કિશોરીનું કારસ્તાન : પરીક્ષા ન આપવા પોતાના જ અપહરણનું નાટક રચીને પોલીસને દોડતી કરી 

ટીનેજર્સ વય એવી હોય છે જેમાં સંતાનો પર ચાંપતી નજર રાખવી બહુ જ જરૂરી છે. આ ઉંમરમાં સંતાનો ક્યારેક માતાપિતાના જાણ બહાર દેખાદેખીમાં એવા કાંડ કરે છે જે પાછળથી ભારે પડતા હોય છે. ત્યારે સુરત (Surat) માં 14 વર્ષીય કિશોરીનું કારસ્તાન જાણીને તેના માતાપિતા તો શું, પણ પોલીસના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. અંગ્રેજીની પરીક્ષા ન આપવા માટે કિશોરીએ પોતાના અપહરણનું નાટક કર્યું હતું. પોતાના અપહરણ (kidnapping) નો વીડિયો મોકલીને તેણે સુરત પોલીસને દોડતી કરી હતી. 

કિશોરીનું કારસ્તાન : પરીક્ષા ન આપવા પોતાના જ અપહરણનું નાટક રચીને પોલીસને દોડતી કરી 

તેજશ મોદી/સુરત :ટીનેજર્સ વય એવી હોય છે જેમાં સંતાનો પર ચાંપતી નજર રાખવી બહુ જ જરૂરી છે. આ ઉંમરમાં સંતાનો ક્યારેક માતાપિતાના જાણ બહાર દેખાદેખીમાં એવા કાંડ કરે છે જે પાછળથી ભારે પડતા હોય છે. ત્યારે સુરત (Surat) માં 14 વર્ષીય કિશોરીનું કારસ્તાન જાણીને તેના માતાપિતા તો શું, પણ પોલીસના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. અંગ્રેજીની પરીક્ષા ન આપવા માટે કિશોરીએ પોતાના અપહરણનું નાટક કર્યું હતું. પોતાના અપહરણ (kidnapping) નો વીડિયો મોકલીને તેણે સુરત પોલીસને દોડતી કરી હતી. 

કિશોરીએ પોતાના અપહરણનું નાટક રચ્યું
બન્યુ એમ હતું કે, સુરતના અડાજણ વિસ્તારમાંર હેતી 14 વર્ષીય કિશોરી મંગળવારે સવારે 11 કલાકે પોતાના ઘરેથી સ્ટેશનરી લેવા માટે નીકળી હતી. તેના બાદ તે પરત ફરી ન હતી. તેના બાદ તેનો એક ઓડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાનું અપહરણ થયુ હોવાનું જણાવ્યું હતું. દીકરી ગુમ થતા માતાપિતાએ ભારે શોધખોળ કરી હતી. જેના બાદ તેમણે પોલીસ (surat police) નો સંપર્ક કર્યો હતો. કિશોરીને પરત લાવવા માટે સુરત પોલીસે આકાશપાતાળ એક કરી નાંખ્યા હતા. 

No description available.

અપહરણ થયાનો વીડિયો પરિવારને મોકલ્યો
કિશોરીને શોધવા માટે સામાજિક કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા હતા. પોલીસે સોશિયલ મીડિયાના મારફત પણ કિશોરીની શોધખોળ ચલાવી હતી. આખરે સ્વામીનારાયણ મંદિર પાસેથી આ કિશોરી મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે (crime news) કિશોરીને શોધીને અડાજણ પોલીસને સોંપી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મોબાઈલ લોકેશન ટ્રેસ કરી કિશોરીને શોધી કાઢી હતી. 

No description available.

આખરે પોલીસ પૂછપરછમાં કિશોરીએ જે જણાવ્યું, તે જાણીને પોલીસ પણ મોઢામાં આંગળા મૂકી ગઈ હતી. અંગ્રેજીની પરીક્ષા આપવી ન હોવાથી કિશોરીએ જાતે જ પોતાના અપહરણનું નાટક રચ્યું હતું. એટલુ જ નહિ, પોતાના અપહરણનો વીડિયો બનાવીને પરિવારને મોકલ્યો હતો. જેથી પરિવાર પણ ડરી જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news