હીરા વેપારીના સગીર પુત્રએ મોજશોખ માટે ઘરમાંથી 52 લાખના હીરા ચોર્યા, 24 હજારમાં વેચી જલસા કર્યા

diamond trador son become theft : સમય એવો આવ્યો છે કે સંતાનો ઘરમાં જ ચોરી કરી રહ્યાં છે... મોજશોખ માટે હીરા વેપારીના પુત્રએ કરેલા કાંડ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ
 

હીરા વેપારીના સગીર પુત્રએ મોજશોખ માટે ઘરમાંથી 52 લાખના હીરા ચોર્યા, 24 હજારમાં વેચી જલસા કર્યા

Surat News સુરત : આજકાલની જનરેશન મોજશોખના રવાડે ચઢી રહી છે. મોજશોખ પૂરા કરવા માટે તેઓ ગમે તે હદે જવા તૈયાર થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ધોરણ 11 માં ભણતા સગીરે પોતાના જ ઘરમાં ચોરી કરીને મોજશોખ કર્યાં. હીરાના વેપારીના સગીર પુત્રએ મોજશોખ માટે ઘરમાંથી 52 લાખના હીરા ચોર્યા અને તેને 24 હજારમાં વેચી જલસા કરવાનો કિસ્સો સાંભળી સુરત પોલીસ પણ ચોંકી ઉઠી. પિતાની બીમારીનો ફાયદો ઉઠાવીને દીકરાએ પોતાના ઘરમાં જ ઘાડ પાડી. 

બન્યું એમ હતું કે, ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાંથી 52 લાખના હીરાની ચોરી કરી હતી. એટલું જ નહિ, માત્ર મોજશોખ કરવા માટે તેણે 52 લાખના હીરા તો ચોર્યા, પરંતું તેને માત્ર 24,500 રૂપિયામાં વેચી માર્યા હતા. 16 વર્ષના તરૂણે આ રૂપિયા મિત્રો સાથે મોજશોખ અને સ્પામાં ઉડાવી દીધા હતા. 

વરાછા માતાવાડીમાં હીરાનું કારખાનું ધરાવતા 50 વર્ષીય કાળુભાઈ છગનભાઈ કથીરીયા છેલ્લાં નવ મહિનાથી પથારીવશ છે. મૂળ અમરેલીના હીરા વેપારી સુરતના સીમાડા ગામમાં હીરાનું કારખાનું ધરાવે છે. તેમનો નાનો પુત્ર સ્મિત ધોરણ 11 માં અભ્યાસ કરે છે. કારખાનેદાર બીમાર હોવાથી અને માર્કેટમાં મંદી હોવાથી તેમણે ઘરમાં 52 લાખની કિંમતના 269 કેરેટના 6 હીરાના પેકેટ રાખ્યા હતા. તેમણે 15 દિવસ પહેલા જોયું તો કબાટમાંથી હીરા ગાયબ હતા. તેમણે તપાસ કરી તો ખબર પડી કે તેમના પુત્રએ છેલ્લા ત્રણ મહિનામાં હીરા વેચી દીધા હતા. 

કાળુભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર સ્મિત તથા દર્શન જયસુખ સાંગાણી (રહે. વિકટોરીયા રેસીડેન્સી પાસોદરા), આનંદ હર્ષદ પોકળ (રહે. રૂક્ષ્મણી સોસાયટી, કાપોદ્રા), રવજીભાઈ પોપટભાઈ કાછડીયા (રહે.રૂક્ષ્મણી સોસા.), જયેશ ઘનશ્યામભાઈ રામાણી અને ઉર્પિત સંજય ઠુમ્મરની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેના બાદ પોલીસે તમામની અટકાયત કરી છે. 

તપાસમાં ખૂલ્યું કે, ચાર મહિના પહેલા જુલાઈ મહિનામાં પહેલી વખત હિરાનું પેકેડ તેના મિત્ર આનંદ હર્ષદભાઈ પોકળને વેચવા આપ્યું હતું. આ હીરાનું પેકેટ આનંદ તેનો મિત્ર જયેશ વરાછા મીની બજાર ગયા હતા. જ્યાં દર્શન સાંગાણીને મળી હિરાનું પેકેટ આપી ભાવતાલ કર્યો હતો. તેને બીજા ત્રણપેકેટ માંગતા ઘરેથી તે પણ ચોરી કરી તેને આપ્યા હતા. પરંતુ બાદમાં તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેથી ઘરેથી 15 દિવસ પછી બીજું હિરાનું પેકેટ ચોરી કરી તેના મિત્ર આનંદને બોલાવી મીની બજાર ગયો હતો. જયેશ રામાણી હીરાનું પેકેટ લઈ પોપટભાઈ કાછડીયાને વેચ્યું હતું. જેના રૂપિયા 3 હજાર આપ્યા હતા. થોડા દિવસ પછી ફરીથી એક પેકેટ ચોરી રવજીભાઈને 8 હજારમાં અને રવજીભાઈને 7 હજારમાં વેચાણ કર્યું હતું. એક મહિના પછી 5 મું હિરાનું પેકેટ ચોરી કરી આનંદને આપતા તેને 6500 રૂપિયા આપ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news