સુરત: ખુબ જ સસ્તામાં મળી રહ્યા છે ડોલર? ખરીદવા ઇચ્છતા હો તો આ જરૂર વાંચો

ઘણા લાંબા સમયથી ગડ્ડીગેંગ સક્રિય થઇ છે. આ ગેંગ દ્વારા વેપારીઓ અને રોકાણકારોને ડોલર આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગે સુરતના લાલગેટ વિસ્તારમાં એક યુવાનને ડોલર આપવાની લાલચ આપતા હતા.આ ગેંગ દ્વારા સુરતના લાલગેટ વિસ્તારમાં એક યુવાનને ડોલર આપવાની લાલચ આપીને તેની પાસેથી રોકડા રૂપિયા ચાર લાખ લઇને રૂમાલમાં ડોલરના બદલે કાગળની થપ્પી આપીને છેતરપિંડી કરવાની ઘટના બાદ છેતરપિંડીનો ભોગ બનનારે આ મુદ્દે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

Updated By: Sep 14, 2020, 12:04 AM IST
સુરત: ખુબ જ સસ્તામાં મળી રહ્યા છે ડોલર? ખરીદવા ઇચ્છતા હો તો આ જરૂર વાંચો

સુરત: ઘણા લાંબા સમયથી ગડ્ડીગેંગ સક્રિય થઇ છે. આ ગેંગ દ્વારા વેપારીઓ અને રોકાણકારોને ડોલર આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગે સુરતના લાલગેટ વિસ્તારમાં એક યુવાનને ડોલર આપવાની લાલચ આપતા હતા.આ ગેંગ દ્વારા સુરતના લાલગેટ વિસ્તારમાં એક યુવાનને ડોલર આપવાની લાલચ આપીને તેની પાસેથી રોકડા રૂપિયા ચાર લાખ લઇને રૂમાલમાં ડોલરના બદલે કાગળની થપ્પી આપીને છેતરપિંડી કરવાની ઘટના બાદ છેતરપિંડીનો ભોગ બનનારે આ મુદ્દે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ગુજરાતને મળ્યા 8 નવા IPS અધિકારી, જાણો તેમના વિશે તમામ માહિતી, 15 DYSP ની પણ બદલી

સુરતમાં છેતરપિંડી કરતી અનેક ગેંગ સક્રિય થઇ છે ત્યારે લાલગેટ વિસ્તારમાં રહેતો એક યુવાન ગડ્ડીગેંગની છેતરપિંડીનો ભોગ બની ગયો છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા એક યુવાને રૂપિયાના બદલામાં 20 ડોલરની 1253 નંગ નોટો આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રોકડા 4 લાખ રૂપિયા લઇ જઇ ડોલરની જગ્યાએ પેપરના કાગળની થપ્પીઓ રૂમાલમાં વિટાળી આપી ભાગી જઇ અગાઉથી કાવત્રું રચી એકબીજાની મદદ કરી ફરિયાદી સાથે છેતરપીંડી આચરી હતી. કાગળની ગડ્ડી રૂમાલમાં વિંટીને આપી હતી. 

જમીનને વિવાદિત બનાવીને કરોડોનો તોડ કરનાર મુકેશ દેસાઇની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી

આ બાબતે પોલીસ મથકમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મુદ્દે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રેગતિમાન કર્યા છે. ત્યારે બાતમીના આધારે એક આરોપીને છપરાભાઠા અમરોલી ખાતેથી મકસુદ ઉર્ફે કિરણ નશદીન શેખને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે આરોપીએ મકસુદ ઉર્ફે કિરણે કબુલ્યું હતું કે તેમની ગેંગ શહેરમાં ડોલરની હેરફેરના નામે લોકોને ભોગ બનાવી અને છેતરપિંડી આચરતા હતા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube