સુરતની રાણી સતી મીલમાં ભીષણ આગ લાગી, બ્રિગેડ કોલ જાહેર થતા જ 15 ગાડીઓ પહોંચી ગઈ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રાણી સતીની મીલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીગળી હતી. આગ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો, પાંચ સ્ટેશનનો ફાયર સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં જોડાયો હતો. આગ એટલી બેકાબૂ બની હતી કે, બે કિલોમીટર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે, સમગ્ર આગકાંડમાં જાનહાનિમાં હાલ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

Updated By: Nov 27, 2021, 11:55 AM IST
સુરતની રાણી સતી મીલમાં ભીષણ આગ લાગી, બ્રિગેડ કોલ જાહેર થતા જ 15 ગાડીઓ પહોંચી ગઈ

ચેતન પટેલ/સુરત :સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રાણી સતીની મીલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીગળી હતી. આગ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો, પાંચ સ્ટેશનનો ફાયર સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં જોડાયો હતો. આગ એટલી બેકાબૂ બની હતી કે, બે કિલોમીટર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે, સમગ્ર આગકાંડમાં જાનહાનિમાં હાલ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

સુરતના પાંડેસરા વિસ્તારમા આવેલી રાણી સતી મીલ ટેક્સટાઈલ મીલ છે. સવારના 10 વાગ્યાના સમયે આગ ફાટી નીકળી હતી. ડાઈંગ પ્રિન્ટીંગ સેક્શનમા આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ડાઇંગ પેઇન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે તે પેટ્રોલીયમ પદાર્થોની તૈયાર થતો હોય છે અને તેના કારણે તે ખૂબ જ્વલનશીલ હોય છે. જેને કારણે આગ વધુ પ્રસરી હતી. જેથી તાત્કાલિક ફાયર વિભાગનું તંત્ર દોડતુ થયુ હતું. 

ભીષણ આગનો કોલ મળતા જ ફાયર વિભાગે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આસપાસના પાંચ સ્ટેશનના કર્મચારીઓને દોડાવવા પડ્યા હતા. 15 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. કર્મચારીઓ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કરાયો હતો, જેથી આગને વહેલી કાબૂમાં લઈ શખાય. 

આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના 2 કિલોમીટર વિસ્તાર સુધી તેની જ્વાળાઓ જોઈ શકાઈ હતી. આગ જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, ઘટનાના એક કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સુરતના મેયર માહિતી આપી હતી કે, આગ પર કાબુ મેળવાયો છે. હાલ કુલિંગનું કામગીરી શરૂ કરવામાં આવી છે.