સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યો

Surat Gangrape Case : સુરત ગેંગરેપની ગોઝારી ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો....આરોપી રાજુની અમદાવાદ રેલવે પોલીસે કરી ધરપકડ....ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી.....આરોપીને અમદાવાદથી લઈ સુરત આવવા રવાના...

સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યો

Surat News : સુરતના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં સુરત પોલીસ એક્ટિવ બની છે. બે આરોપીને પહેલા જ પકડી લેવાયા હતા, જેમાંથી એક નરાધમ શિવશંકરનું ગઈકાલે પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતં. ત્યારે માંગરોળ દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપી આજે ઝડપાયો છે. આરોપી રાજુની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી રાજુ ગુજરાત બહાર ભાગવાની ફિરાકમાં હતો. આમ, ત્રણ નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ગઈકાલે એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં નીપજ્યું હતું મોત

સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપી રાજુની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી ગુજરાત બહાર ભાગી જાય તે પહેલા ધરપકડ થઈ છે. અત્યાર સુધીમાં ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ગઈકાલે એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જિલ્લા LCBની ટીમે બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી રાજુ ટ્રેનમાં મુસાફરી કરી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ સુરત જિલ્લા પોલીસની ટીમ આરોપીને લેવા અમદાવાદ આવવા રવાના થઈ છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરતના માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ટેડ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જવાની ફિરાકમાં હતો. આ માહિતીની રેલવે એલસીબી અમદાવાદને જાણ કરવામાં આવી હતી. જેના પર એક્શન લઈને એલસીબી PI હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે સાબરમતી ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે.

માંગરોળ દુષ્કર્મ આરોપીને LCB ની ટીમે પકડી પાડ્યો છે. રાજુ બાંદ્રા-અજમેર ટ્રેનમાં બેઠો હતો ત્યારે જ તેને દબોચી લેવાયો. તે ભરૂચથી કર્ણાવતી ટ્રેન પકડી વડોદરા આવ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પર તેણે નાસ્તો કર્યો હતો. ત્યાર બાદ તે બાંદ્રાથી અજમેર જતી ટ્રેનમાં બેઠો હતો. તેને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી તેને ઝડપી પાડવામાં આવ્યો. LCB ના 6 જવાનો ટ્રેનના જનરલ કોચમાં તપાસ હાથ ધરી હતી. આરોપીના અને ટ્રેનનું લોકેશન ટ્રેસ કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો. ટૂંક સમયમાં સુરત પોલીસ કાલુપુર સ્ટેશન પહોંચશે અને LCB રાજુને સુરત પોલીસને હેન્ડઓવર કરાશે.

પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત
સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે થયેલા ગેંગરેપમાં જિલ્લા એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી હતી. માંડવીના તડકેશ્વર ગામેથી મુન્નો પાસવાન અને શિવ શંકર ચોરસિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગત રોજ પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી શિવશંકરની તબિયત લથડ્યા બાદ મોત નિપજ્યું હતું. શ્વાસ લેવામા તકલીફ થતા આરોપી શિવશંકરને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના બાદ તે વેન્ટિલેટર પર હતો. સાંજે આરોપી રવિશંકરનું મોત નિપજ્યું હતું.

સગીરા સાથે દુષ્કર્મ થયું હતું
સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા તેના મિત્રા સાથે જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. અને ત્યારબાદ સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news