આ મહિલાની સ્ટોરી તમને હચમચાવી નાંખશે! 50 હજાર રૂપિયાની લોનમાં જિંદગી ટૂંકાવવાનો વારો આવ્યો!
સુરત શહેરના લીંબયાત વિસ્તારમાં આવેલ સંજય નગરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રની વતની 30 વર્ષીય કીર્તિ ગોકુલ વાણી પરિવાર સાથે લિંબાયત સ્થિત સંજયનગરમાં રહે છે. પતિ કડિયા કામ કરે છે. કીર્તિ સારોલી ખાતે ઓનલાઈન કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: લીંબાયત વિસ્તારની મહિલાએ પ્રાઇવેટ બેંકના હપ્તા ઉઘરાણીથી ત્રાસીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ 50 હજાર રૂપિયાની લોન લીધી હતી. પરંતુ નોકરી છૂટી જતા હપ્તા ભરી શકી નહિ. તેથી લોન એજેન્સીના માણસો ઘરે આવી પઠાણી ઉઘરાણી કરતા હતા. આખરે મહિલાએ પ્રાઇવેટ બેંકના હપ્તા ઉઘરાણીથી ત્રાસીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ મહિલા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુરત શહેરના લીંબયાત વિસ્તારમાં આવેલ સંજય નગરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રની વતની 30 વર્ષીય કીર્તિ ગોકુલ વાણી પરિવાર સાથે લિંબાયત સ્થિત સંજયનગરમાં રહે છે. પતિ કડિયા કામ કરે છે. કીર્તિ સારોલી ખાતે ઓનલાઈન કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે. કીર્તિ એ બે વર્ષ અગાઉ એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી 50 હજાર રૂપિયાની લોન લીધી હતી. આર્થિક મંદીના કારણે એક લોનનો હપ્તા નહીં ભરી શકતા લોન ના કર્મચારીઓ દ્વારા હપ્તા ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું.
એટલું જ નહીં હપ્તાની ઉઘરાણી કરવા ફાઇનાન્સ કંપનીના માણસો મહિલાના ઘરે આવી પહોંચ્યા હતા. પરંતુ મહિલા ઘરે નહીં હોવાથી મહિલાને ફોન કરી ઘરે બોલાવી પૈસાની ઉઘરાણી માંગતા હતા. પૈસા આપશો ત્યાં સુધી તમારા ઘરે જ રહીશું તમે જલ્દીથી ઘરે આવી જાઓ તેવી ધમકી મહિલાને આપતા હતા. ઉઘરાણી કરવા આવેલા કર્મચારીઓના ત્રાસથી આખરે મહિલાએ જ્યુસમાં જાહેરી દવા નાખી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલા ઝહેરી દવા પીધેલી હાલતમાં પોતાનાં ઘરે પહોંચી હતી અને પોતે જાહેરી દવા પી હોવાની વાત પરિવાર કરી હતી. પરિવાર વાત સાંભળી ચોકી ઉઠ્યા હતા. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઉલ્લેખની એ છે કે સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી લોકોને વ્યાજખોરોના ચુનાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ હવે સુરતમાં હવે વ્યાજખોરો બાદ પ્રાઇવેટ બેંકના લોન એજેન્સી માણસોનો ત્રાસ વધી રહ્યો છે. જેને કારણે હવે લોકો આત્મહત્યા કરવા જેવા પગલાં ભરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે