મતભેદો ભૂલી પાસ-SPG થયા એક, સુરતમાં કથીરિયાની જેલ મુક્તિ માટે ઘડાશે મુખ્ય એજન્ડા
સુરતમાં પાસ-SPGની સંયુક્ત બેઠક યોજાઇ રહી છે. સુરતના સરથાણામાં PAAS-SPGની બેઠક થઇ રહી છે.
Trending Photos
તેજસ મોદી/સુરત: સુરતમાં પાસ-SPGની સંયુક્ત બેઠક યોજાઇ રહી છે. સુરતના સરથાણામાં PAAS-SPGની બેઠક થઇ રહી છે. અને આ બેઠકમાં એસપીજી ગ્રુપના લાલજી પટેલ અને દિનેશ બાંભણીયા ગીતા પટેલ, દિલિપ સાબવા સહિતના લોકો આ બેઠકમાં હાજરી આપી છે. રાજ્યભરના તમામ પાસના કન્વિનરો અને એસપીજીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા છે.
પાસ-એસપીજી એક થવાથી આંદોલનને મળશે વેગ
જેલમાં રહેલા પાટીદારોની મુક્તિ માટે બેઠરમાં ચર્ચા કરવામાં આવશે. અલ્પેશ કથીરિયા સહિતના સાત પાટીદારોની જેલમુક્તિ મુખ્ય એજન્ડા છે. હાર્દિક સાથે પણ ટેલિફોનીક વાતચીત કરીને તેની પણ સલાહ લઇને પાટીદાર યુવાનો પર લાગેલા રાજદ્રોહના ગુન્હાને લઇને આંદોલનને ક્યાં રસ્તે લઇ જવું તેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવશે. જુના મતભેદો ભૂલી બેઠકમાં આવવા આહવાન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે