સુરત મનપાએ રોગચાળામાં પણ રોકડી કરી! આ સ્ત્રોત બન્યા આવકનું સાધન, 4 મહિનામાં અધધ...કરોડ કમાયા

છેલ્લા 4 મહિનામાં સુરત મહાનગર પાલિકાએ કરવેરા સિવાય રોગચાળામાં પણ રોકડી કરી છે. પાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત મિલકતવેરો યુઝર ચાર્જીસ, વ્યવસાય વેરા સાથે નોનટેક્ષ રેવન્યુ પણ છે.

સુરત મનપાએ રોગચાળામાં પણ રોકડી કરી! આ સ્ત્રોત બન્યા આવકનું સાધન, 4 મહિનામાં અધધ...કરોડ કમાયા

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત મનપા રોગચાળો અટકાવવાના બદલે દંડ ફટકારવામાં આગળ છે, તેવા આંકડા સામે આવ્યા છે. રોગચાળો પાલિકા માટે આવકનું સાધન બન્યું છે. મચ્છર-ઢોર-ગંદકી પણ પાલિકાની તિજોરી ભરી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં પાલિકાને દંડથી 6.58 કરોડની આવક થઇ છે. મેદાન, તરણકુંડો, હોર્ડિંગ્સ, ઢોર ડબ્બાથી લઈને ગંદકી-મચ્છર આ‌વકનો મોટો સ્ત્રોત બની છે. 

છેલ્લા 4 મહિનામાં સુરત મહાનગર પાલિકાએ કરવેરા સિવાય રોગચાળામાં પણ રોકડી કરી છે. પાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત મિલકતવેરો યુઝર ચાર્જીસ, વ્યવસાય વેરા સાથે નોનટેક્ષ રેવન્યુ પણ છે. મિલકતોના ભાડાં, નેચર પાર્ક, એક્વેરિયમ, લેક ગાર્ડન, મેદાન, લાઈબ્રેરી, તરણકુંડો, હોર્ડિંગ્સ, ઢોર ડબ્બાથી લઈને ગંદકી-મચ્છર-સિંગલયૂઝ પ્લાસ્ટિક, ડિમોલિશન ચાર્જ દબાણના વહીવટી ચાર્જ, રોડ ખોદાણ જેવી નોનટેક્સ રેવન્યુ આ‌વક પણ મોટો સ્ત્રોત બની છે. 

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીને રોગચાળા બાબતે પૂછવામાં આવતા તેમને જણાવ્યું છે કે બાંધકામ સાઈટમાં મચ્છરોમાં બ્રીડીંગ મળી આવે છે. જેમાં કામદારો રોગચાળાનો ભોગ બને છે, જેના કારણે તાવ-ઝાડા-ઉલ્ટીના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે તેને અટકાવવા માટે દંડ ફટકારવામાં આવે છે.

ઉપરાંત સોસાયટી મહોલ્લામાં ક્લોરીન ટેબ્લેટ વહેંચી રોગચાળો બાબતે જાગૃતિ લાવવામાં આવી રહી છે અને જે લોકો ગંદકી કરતા જણાય છે તેમને દંડ ફટકારવામાં આવે છે. છેલ્લા 4 મહિનામાં 6 કરોડ 58 લાખ દંડ ફટકારવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news