ચેતી જજો! આ પનીર પેટ ફાડી નાંખશે! સુરતમાં 230 કિલો પનીર મુદ્દે મોટો ખુલાસો, આ વસ્તુનો થતો ઉપયોગ
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરનો 230 કિલોગ્રામનો જથ્થો ઝડપાયો છે.આ પીનર દૂધના ફેટમાંથી નહીં પરંતુ પામ ફેટ અને સ્ટાર્ચથી બનાવવામાં આવતું હતું. રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાવા લાયક નહીં હોવાનું જણાઈ આવ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વલસાડથી લાવવામાં આવેલો 230 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પનીર અખાદ્ય લાગતા તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને હવે જ્યારે રિપોર્ટ આવ્યો છે. પનીરમાં મિલ્ક ફેટની જગ્યા પર પામફેટનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે અને બાયડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેથી હાલ પનીર જેના દ્વારા લાવવામાં આવ્યું હતું તેની સામે ફૂડ વિભાગ દ્વારા એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
સુરત શહેરમાં લોકોના આરોગ્યને લઈને સુરત મહાનગરપાલિકા સતત ચિંતિત રહે છે. ત્યારે સમયાંતરે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈને તેને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવે છે અને જો ભેળસેળ જણાય તો જે તે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે થોડા દિવસો પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વલસાડથી લાવવામાં આવેલો 230 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
પનીર ભેળસેળયુક્ત હોવાનું લાગતા સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને પનીરના સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે હાલ પનીરના રિપોર્ટ આવતા પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાયું છે. એટલે કે જે પનીર વલસાડથી સુરતમાં અલગ અલગ હોટલોમાં આપવાનું હતું તે અખાદ્ય હોવાનું સામે આવ્યું છે.
પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાયડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે હાલ આ પનીર જેના દ્વારા લાવવામાં આવ્યું હતું તેની સામે એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે