સુરત પોલીસની દાદાગીરી, લાઇસન્સ હોવા છતા હોટલ બંધ કરાવતી પોલીસ CCTVમાં કેદ

સુરતમાં દિવસેને દિવસે પોલીસની દાદાગીરી વધી આવી છે. હોટલોના માલિકો પર પોલીસ કર્મચારીઓની દાદગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

Updated By: Sep 15, 2018, 12:47 PM IST
સુરત પોલીસની દાદાગીરી, લાઇસન્સ હોવા છતા હોટલ બંધ કરાવતી પોલીસ CCTVમાં કેદ

સુરત: સુરતમાં દિવસેને દિવસે પોલીસની દાદાગીરી વધી આવી છે. હોટલોના માલિકો પર પોલીસ કર્મચારીઓની દાદગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. જ્યારે અગાઉ પણ સુરતના પોલીસ અધિકારીઓના સામાન્ય માણસો પર દાદાગીરીનો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે મહત્વનું છે, કે સુરતના ઉધના પોલીસનો આખો સ્ટાફ હોટલબંધ કરાવા પહોંચી ગયો હતો. 

મફતમાં ચા ના આપતા હોટલ માલિકને કરે છે હેરાન
હોટલના માલિક પાસે લાઇસન્સ હોવા છતા રાત્રે 10 વાગ્યે દાદાગીરીથી હોટલ બંધ કરાવે છે. ઉધના પાસે આવેલી ચાની હોટલના માલિક અને ગ્રાહકોને પોલીસ માર મારે છે. જ્યારે આગાઉ 3 મહિના પહેલા આ હોટલના માલિક દ્વારા પોલીસ કર્મચારીઓને મફતમાં ચા આપવાની ના પાડતા પોલીસ ખોટી રીતે હોટલના માલિકને હેરાન કરી રહ્યા છે. જે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.