ATM ને નિશાન બનાવતી ચોર ટોળકી ઝડપાઈ, ચીપીયો ફસાવી દઈને રૂપિયા વિધડ્રૉ કરતા

Surat News : સુરત શહેરના 7 અને ગ્રામ્ય વિસ્તારના એક ATM મશીનમાં ચોરી કરનારી ગેંગ ઝડપાઈ,,, ચિપીયો ફસાવી નાણાંની કરતા ચોરતા યુપીના 3 આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપ્યા
 

ATM ને નિશાન બનાવતી ચોર ટોળકી ઝડપાઈ, ચીપીયો ફસાવી દઈને રૂપિયા વિધડ્રૉ કરતા

Crime News ચેતન પટેલ/સુરત : ઉત્તરપ્રદેશની કુખ્યાત ગેંગ દ્વારા બેંકના એટીએમને નિશાને લઈને અનોખી તરકીબથી ચોરી કરવામાં આવતી હતી. બેંકના એટીએમમાં ચીપીયો ફસાવી દઈને રૂપિયા વિડ્રો કરવામાં આવતાં હતા. ક્રાઈમ બ્રાંચે ગેંગના 3 સાગરિતોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

એટીએમમાં ચિપીયો ફસાવી વિદ્રો થયેલ નાણાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ ચીપિયામાં ફસાયેલા નાણાં બાદમાં કાઢી લેતા હતા. ઉત્તર પ્રદેશના 3 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. સુરત શહેરના 7 અને ગ્રામયના એક વિસ્તારમાં એટીએમને નિશાન બનાવ્યું હતું. ગામના મોટા ભાગના લોકો એટીએમ મશીનમાં નોકરી કરતા હતા. તેઓ બીજા યુવાનને ચીપિયા વડે કઈ રીતે નાણાં ખેંચી શકાય તે શીખવાડતા હતા. 

અડાજણ, રાંદેર, સરથાણા વિસ્તારમાં એટીએમ મશીનમાંથી નાણાં નહિ નીકળતા હોવાની ગ્રાહકો દ્વારા અનેક ફરિયાદ બેંકને કરી હતી. જેની તપાસ સીસીટીવી ફૂટેજના આધારે કરતા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. આ શખ્સો દ્વારા બેન્ક એટીએમ મશીનમાં પ્રવેશી ચીપીયા જેવું સાધન રાખવામાં આવતું હતું. ગ્રાહકોના ગયા બાદ ચીપીયામાં ફસાયેલા નાણાં લઈ જતી ટોળકી સીસીટીવી ફૂટેજમાં દેખાઈ હતી. 

ઉત્તર પ્રદેશના ચારપુરા ગામની કુખ્યાત ગેંગ શહેરમાં આવી હોવાની ક્રાઈમ બ્રાન્ચે શંકા કરી હતી. જે તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરા ખાતેથી અખિલેશ લાલજી પટેલ, નીરજ શ્રીનાથ પટેલ અને પંકજ મોહનલાલ દુબેને ઝડપી પાડ્યા હતા. ગામના કેટલાક યુવાનો પહેલા એનસીઆર કંપનીના એટીએમ મશીનમાં નોકરી કરતા હતા. જે કંપનીમાં ચીપીયો ફસાઇ શકતો હોવાની ટ્રીક જાણી બીજાઓને પણ શીખવતા ગામમાં અનેક ગેંગ કાર્યરત થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અડાજણ, રાંદેર, સરથાણા સહિત ગ્રામ્ય પોલીસ ચોપડે નોંધાયેલા કુલ આઠ જેટલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતાં. વધુ ગુના ઉકેલ લાવવાની શક્યતાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news