સુરતના રસ્તા પર આવી ગયું હજારો લિટર પાણીનું પૂર, જુઓ Video

પાણીના વહેણના કારણે એક જેસીબી પણ ફસાઈ ગયું હતું અને પરિસ્થિતિ હદ બહાર વણસી ગઈ હતી

સુરતના રસ્તા પર આવી ગયું હજારો લિટર પાણીનું પૂર, જુઓ Video

સુરત : સુરતમાં ઉંઘતા તંત્રની બલિહારીની કહો કે પછી ગમે તેમ પણ પાણીનો એવો તો બગાડ કરવામાં આવી રહ્યો છે જાણે સુરત પાલિકાને પાણીનો કોઈ અછત પડવાની જ ન હોય. સુરતના પર્વત પાટિયા ચાર રસ્તાના દ્રશ્યો જોશો તો તમને વિશ્વાસ નહી આવે. અહીંથી પસાર થતી નહેરમાં કચરો ભરાઇ જવાને કારણે પાણી નહેરમાંથી બહાર રસ્તા પર વહી રહ્યું છે.

દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત આવે છે. આ સંજોગોમાં પર્વત પાટિયા ચાર રસ્તા નજીક નહેરના પાણી રોડ ઉપર ફરી વળતા સિંચાઈ વિભાગ અને પાલિકાના કર્મચારીઓની રાતોની નિંદર હરામ થઈ ગઈ હતી. મધરાત્રિથી નહેરમાં પાણી છોડાતાની સાથે જ પર્વત પાટિયા નજીક નહેરમાં કચરાને કારણે નહેર ઉભરાઈ હોવાનું બહાર આવ્યું હતું અને 5 કલાક સુધી નહેરના હજારો લીટર પાણી ચારેય બાજુ ફરી વળ્યા હતા.

આમ, સુરતમાં તંત્રની બેદરકારીથી પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ તો થયો જ હતો પણ પાણીનો ભરાવો થવાના કારણે અર્ચના સ્કુલથી પર્વત પાટિયા જવાનો રોડ પણ બંધ કરી દેવામાં આ્વ્યો હતો. પાણીના વહેણના કારણે એક જેસીબી પણ ફસાઈ ગયું હતું અને પરિસ્થિતિ હદ બહાર વણસી ગઈ હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news