SURAT: મહિલા PSI ને આરોપીએ કહ્યું હું તને બરબાદ કરી દઇશ અને પછી...
ડિંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયા વિરુદ્ધ દહેજ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આગોતરા જામીને મળવ્યા બાદ સાસુ અને સસરા હાજર નહી થતા પોલીસ દ્વારા યુપીથી તેમને ઝડપી લેવાયા હતા. પરિણીતાના પતિએ તપાસ કરી રહેલા મહિલા PSI ને ફોન પર ધમકી આપીને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. જેના પગલે મહિલા પીએસાઇએ આજે કંટાળીને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
Trending Photos
સુરત : ડિંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયા વિરુદ્ધ દહેજ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આગોતરા જામીને મળવ્યા બાદ સાસુ અને સસરા હાજર નહી થતા પોલીસ દ્વારા યુપીથી તેમને ઝડપી લેવાયા હતા. પરિણીતાના પતિએ તપાસ કરી રહેલા મહિલા PSI ને ફોન પર ધમકી આપીને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. જેના પગલે મહિલા પીએસાઇએ આજે કંટાળીને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
દહેજ મુદ્દે તપાસ કરી રહેલા PSI ને આરોપીએ બીભત્સ મેસેજ કર્યાની ઘનટાથી ચકચાર મચી છે. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. 2019 માં કંચનબેન ઉપાધ્યાય, તેના પતિ હરિવંશ, સાસુ લલીતાદેવી, સસરા રામજી, નણંદ ઇમલેશ વિરુદ્ધ દહેજ મુદ્દે ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં સાસરિયાએ પાંચ કરોડ રોકડા, કાર અને ફ્લેટની માંગ કરી હતી.
જો કે આ કેસમાં કોર્ટે હરિવંશ સિવાય તમામને આગોતરા જામીન આપ્યા હતા. જામીન બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર નહી થતા પોલીસે તેમની ધરપકડની કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટની મંજુરી બાદ મહિલા PSI પારૂલ મેરે ઉત્તરપ્રદેશથી સાસુ સસરાની ધરપકડ કરી હતી. દરમિયાન હરિવંશ હાજર નહોતો.
હરિવંશે પીએસઆઇનો નંબર મેળવી ફોન પર ધમકી આપી હતી. તેને બરબાદ કરી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત બિભત્સ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત સતત મેસેજ કરીને ધમકી આપતો હતો. જેના કારણે આજે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ઉપાધ્યાય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે