પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર બટાકા મુદ્દે કર્યા કેસ, રાજ્ય સરકાર આવી હરકતમાં
રાજ્યમાં એકતરફ ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળતા અને સિંચાઇની સમસ્યાથી પરેશાન છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. પેપ્સિકો કંપની દ્રારા ચિપ્સ બનાવવા બટાટાંને લઇને રાજ્યના 9થી વધુ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં 2 ખેડૂતો પર રૂપિયા 1-1 કરોડના કેસ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. પરંતુ તેની સામે એક બીજો કિસ્સો પણ ધનસુરા તાલુકામાં બહાર આવ્યો છે. જેમાં ખેડૂતો પર ગયા વર્ષે કેસ કરવામાં આવ્યો છે અને કેસની આંટીઘૂંટી વિશે ખેડૂતોને કોઇ ખ્યાલ નથી.
Trending Photos
અમદાવાદ: રાજ્યમાં એકતરફ ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળતા અને સિંચાઇની સમસ્યાથી પરેશાન છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. પેપ્સિકો કંપની દ્રારા ચિપ્સ બનાવવા બટાટાંને લઇને રાજ્યના 9થી વધુ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં 2 ખેડૂતો પર રૂપિયા 1-1 કરોડના કેસ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. પરંતુ તેની સામે એક બીજો કિસ્સો પણ ધનસુરા તાલુકામાં બહાર આવ્યો છે. જેમાં ખેડૂતો પર ગયા વર્ષે કેસ કરવામાં આવ્યો છે અને કેસની આંટીઘૂંટી વિશે ખેડૂતોને કોઇ ખ્યાલ નથી.
ધનસુરા તાલુકાના 5 ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ ગત એપ્રિલ 2018માં કેસ કર્યો હતો જેમાં તેમણે કંપનીના કોપીરાઇટનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જેને લઇને ખેડૂતો પર 20-20 લાખ રુપિયાનો કેસ કર્યો છે. ખેડૂતોનો આરોપ છે કે ગત વર્ષે કંપનીને બટાટાંનો સ્ટોક પર્યાપ્ત મળ્યો નહોતો જેને લઇને ખેડૂતો પર દાઝ રાખવામાં આવી હતી.
અમદાવાદ: બાવળા ચાંગોદર રોડ પર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ
ખેડૂતોએ ઉત્પાદન કરીને વેપારીઓને આપી દીધું હતુ પણ તે સ્ટોક કંપની સુધી પહોંચ્યો નહોતો જેને લઇને ખેડૂતોનું સ્ટીંગ કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો આરોપ છે કે, કંપનીના માણસો તેમની પાસે આવ્યા હતા અને બટાટાં ખરીદવાની વાત કરી હતી. ઘણાં ખેડૂતો કંપનીના સ્પેશિયલ બટાટાંનું ઉત્પાદન નથી કરતાં તેમ છતાં તેમને કહેવામાં આવ્યું હતું કે, તમારે સ્પેશિયલ બટાટાં વિશે વાત કરવી જેથી કરીને ભાવ વધુ મળી શકે.
કંપની દ્વારા વિડિયો રેકોર્ડીંગ કરીને ખેડૂતો સામે કેસ કરવામાં આવ્યો છે. ખેડૂતોને આ મામલે કોઇ જાણકારી નહોતી અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ખેડૂતોએ આ મામલે રાજ્ય સરકાર અને ભારતીય કિસાનસંઘને રજૂઆત કરી છે અને આ મામલે ઝડપથી કારવાઇની માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે