આડા સબંધની શંકાએ પતિ આઝાન સમયે જ પત્નીની હત્યા કરી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો

શહેરના અમરોલી આવાસમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ હત્યારો પતિ પોતે જ પોલીસ મથકે હાજર થઈ પોતે પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અમરોલી પોલીસે હત્યારા આરોપી પતિની ધરપકડ કરી છે. 

Updated By: Jul 31, 2021, 08:35 AM IST
આડા સબંધની શંકાએ પતિ આઝાન સમયે જ પત્નીની હત્યા કરી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો

તેજસ મોદી/સુરત: શહેરના અમરોલી આવાસમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ હત્યારો પતિ પોતે જ પોલીસ મથકે હાજર થઈ પોતે પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અમરોલી પોલીસે હત્યારા આરોપી પતિની ધરપકડ કરી છે. 

જો વેક્સિન લો તો બારકોડ લેવાનું ન ભુલતા, નહી તો વેક્સિન લીધી ન લીધી થઇ જશે, જાણો વિદેશી કપલનો ચોંકાવનારો કિસ્સો

અમરોલી આવાસમાં રહેતા 45 વર્ષય ગુલાબ ખાન પઠાણ જે લુમ્સના કારખાનાંમાં નોકરી કરતો હતો. તેની પત્નીના સંબંધ કોઈ અન્ય વક્તિ સાથે હોઈ તેવી શંકા હતી. શંકા પતિને આજ વાતને લઈ અવાર નવાર ઘરમાં ઝગડા પણ થતા હતા. બસ આ જ શંકાની વાત હત્યા સુધી પહોંચી હતી. હત્યારા પતિએ ગત રોજ વહેલી સવારે ઉઠી અને જ્યારે લાઉડ સ્પીકરમાં અજાન થઇ હતી. ત્યારે હત્યા કરવાનો સમય નક્કી કર્યો હતો. જેથી હત્યાના સમયે તેની પત્નિની ચીખ કોઈને સંભળાઇ નહીં. હત્યારા પતિએ ઘરમાં રહેતા બે બાળકોના રૂમને પણ બહારથી બંધ કરી દીધો. ત્યાર બાદ પોતાની પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને પોતે અમરોલી પોલીસ મથકમાં હાજર થઈ પોતાની પત્ની ની હત્યા કરી હોવાનું કબલ્યુ.

VALSAD: ખુંખાર ગેંગસ્ટરે પેન્ટ કાઢીને એવી હરકત કરી કે જિલ્લા પોલીસ અને કલેક્ટર પણ દોડતા થયા

પોલિસ હત્યાની વાતથી ચોંકી ઉઠી અને ઘટના સ્થળે પોહચી તપાસ કરતા ત્યાં ઘરમાં પોતાની પત્ની મૃત હાલતમાં મળી આવી હતી. જયા પોલીસે હત્યારા પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. સાથે જ માતાની હત્યા પોતાના પિતાએ કરતા 3 બાળકો પણ માતા વિનાના થયા છે. પિતાને માતાની જ હત્યા બદલ જેલમાં જવાથી 3એય બાળકો નોંધારા બનીયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube