રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, એક જ દિવસમાં રાજકોટમાં 4ના મોત

રાજ્યભરમાં સ્વાઇન ફલૂનું સંકટ વધુ ઘેરુ બન્યુ છે. રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફલૂથી 4 લોકોના મોત નીપજ્યા છે.

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, એક જ દિવસમાં રાજકોટમાં 4ના મોત

ગાંધીનગર: રાજ્યભરમાં સ્વાઇન ફલૂનું સંકટ વધુ ઘેરુ બન્યુ છે. રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફલૂથી 4 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે સ્વાઇન ફલૂનો આંકડો 100 ને પાર થયો છે. જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી 23 લોકોના મોત નીપજ્યા છે તો જામનગરમાં પણ સ્વાઇન ફલૂનો કહેર યથાવત છે. અને વધુ 2 મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સુરતની વાત કરીએ તો સ્વાઇન ફલૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. પાટણમાં સ્વાઇન ફલૂનો ભરડો યથાવત રહ્યો છે જિલ્લામાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો બનાસકાંઠાના ડીસામાં સ્વાઇન ફલૂથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જિલ્લામાં ફુલ 24 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં 6ના મોત સાથે મૃત્યુઆંક 37 સુધી પહોંચ્યો છે. 

રાજ્યના દરેક જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂની અસરો જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્લાઇન ફ્લૂના 35 જેટલા કેસ નોધાયા છે. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જામનગરમાં 2 વૃદ્ધ મહિલાને સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા પાટણમાં પણ એક મહિલાનું મોત થયું છે. દિવસેને દિવસે સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગોને કારણે મૃત્યું આક વધી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news