આંગણવાડી કેન્દ્રો પર એક્સપાયરી ડેટ વાળા લોટના મુદ્દે સફાળુ જાગ્યુ તંત્ર, જાણો શું લીધો મોટો નિર્ણય?
આંગણવાડીઓમાં ઘઉંનાં લોટનું વિતરણ કરતી એજન્સી દ્વારા એક્સપાયરી ડેટ વાળો લોટનો જથ્થો આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવતા આંગણવાડીઓમાં બાળકોને તેમાંથી ભોજન બનાવી આપવામાં આવ્યું હતું.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાની 1993 જેટલી આંગણવાડીઓમાં વિતરણ કરાયેલા ઘઉંનો જથ્થો એક્સપાયરી ડેટ હોવાનું ખુલતા આઇસીડીએસ કચેરી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં 1993 જેટલી આંગણવાડીમાં માસૂમ ભૂલકાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે લોટનું વિતરણ કરવામાં આવે છે અને આ લોટમાંથી સુખડી અને શિરો બનાવી બાળકોને આપવામાં આવે છે. પરંતુ આંગણવાડીઓમાં ઘઉંનાં લોટનું વિતરણ કરતી એજન્સી દ્વારા એક્સપાયરી ડેટ વાળો લોટનો જથ્થો આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવતા આંગણવાડીઓમાં બાળકોને તેમાંથી ભોજન બનાવી આપવામાં આવ્યું હતું.
દરમિયાન એક્સપાયરી ડેટ વાળો લોટ હોવાની વાત ફેલાતા વાલીઓમાં રોષ પ્રવર્તી ઉઠ્યો હતો. અને વાલીઓ દ્વારા આંગણવાડી સંચાલીકાઓને રજુઆત કરી હતી, આ ઘટના અંગે આઇસીડીએસ અધિકારી જાગૃતિ પરમાર દ્વારા આંગણવાડી સુપરવાઇજરોને તપાસ કરવા આદેશ આપ્યા છે અને કેટલી આંગણવાડીઓમાં એક્સપાયરી ડેટ વાળો લોટ વિતરણ કરાયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અને તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે