સુરત: શિક્ષકોની બદલી મામલે શિક્ષક સંઘના ધરણા, કર્યું વિરોધ પ્રદર્શન
શિક્ષણ સમિતિમાં શાળાઓ મર્જ કરીને માનીતા શિક્ષકોને પસંદગીની શાળા આપીને સિનિયર શિક્ષકોને 15 કિ.મી દૂર સ્કૂલમાં બદલી કરતાં આજે શિક્ષક સંઘ પ્રતિક ઉપવાસ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Trending Photos
સુરત: શિક્ષણ સમિતિમાં શાળાઓ મર્જ કરીને માનીતા શિક્ષકોને પસંદગીની શાળા આપીને સિનિયર શિક્ષકોને 15 કિ.મી દૂર સ્કૂલમાં બદલી કરતાં આજે શિક્ષક સંઘ પ્રતિક ઉપવાસ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષણ સમિતિના શાસકોએ ચાલુ સત્રમાં 10 સ્કૂલો બંધ કરી અન્ય સ્કૂલમાં મર્જ કરી હતી. જે સ્કૂલો મર્જ થઇ તેના શિક્ષકો સાથે શાસકોએ હળહળતો અન્યાય કર્યો છે. માનીતા શિક્ષકોને પસંદગીની સ્કૂલો આપી દીધી. જ્યારે બાકીના શિક્ષકોને સુરત શહેરના નાકે આવેલી સ્કૂલોમાં બદલી કરી દીધી હતી. જેમાં ઘણા સિનિયર શિક્ષકોની બદલી થતાં તેઓની હાલત કફોડી બની છે.
રજૂઆતો છતાં શિક્ષકોના બદલીના ઓર્ડર કરી દેતાં આખરે શિક્ષક સંઘે લડતનો માર્ગ અપનાવ્યું છે. આજે સમિતિની કચેરીએ સવારે 10થી પ્રતિક ધરણાં કર્યા હતા. જેમાં વિપક્ષ પણ ધરણામાં જોડાયા હતા. તેમજ શાસનાધિકારી ગઇકાલે રાત્રે એક પરિપત્ર પણ બહાર પાડ્યું હતું. તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોઇપણ શિક્ષક તથા આર્ચયોને 9મીથી 31મી સુધી શાળામાં કોઇપણ જાતની રજા મંજુર કરવી નહીં તેવું પરિપત્ર પણ બહાર પાડતા વિવાદ ર્સજાયો હતો.
આ પરિપત્રના કારણે આજે શિક્ષક સંઘના ધારણામાં કાર્યક્રમમાં કોઇપણ શિક્ષક જોડાયા ન હતા. માત્રને માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ પરમાર તેમજ વિરોધ પક્ષના સભ્યો આ ધારણાના કાર્યક્રમમાં જોડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે