ખુલ્લા બોરમાં પડતાં બાળકોને હવે સરળતાથી કાઢી શકાશે બહાર! આખરે ગુજરાતના વિદ્યાર્થીઓએ શોધ્યું યંત્ર
બારડોલી ખાતેની એક ખાનગી યુનિવર્સિટીમાં મિકેનિકલ બ્રાંચના વિદ્યાર્થીઓએ નજીવા ખર્ચે યંત્ર બનાવ્યું છે. બાળકોને બચાવવા માટે આ રોબોટીક રેસ્ક્યુ ડીવાઈસ ખૂબ ઉપયોગી સાબિત થશે તેમ જણાવી રહ્યા છે.
Trending Photos
સંદીપ વસાવા/બારડોલી: સુરત જિલ્લાના બારડોલી ખાતે ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ મહત્વનું સંશોધન કર્યું છે. ખુલ્લા બોરમાં પડીને બાળકોને બહાર કાઢવા યંત્ર બનાવ્યું છે. નજીવા ખર્ચે એક રોબોટીક રેસ્ક્યુ ડીવાઈસ ઈન્વેસનથી બાળકો બોરમાં પડી જતા નિર્દોષ જીવોના ગુમાવવાની ઘટના ઉપર રક્ષણ લાવવાનો પ્રયાસ કરાયો છે.
તાજેતર માં દેશ અને રાજ્ય માં વિવિધ જગ્યાએ ખુલ્લા બોરમાં બાળકો પડી જવાની અવાર નવાર ઘટનાઓ બનતી રહે છે. મોટે ભાગે બાળકો એ જીવ ગુમાવવા નો વારો આવે છે. જે બાળકોને બચાવવા માટે મોટો ખર્ચ કરવો પડતો હોય છે. સાથે સાથે માનવ સંસાધનનો પણ ઉપયોગ લેવો પડે છે. આવા કેસમાં મહત્તમ બાળકને બચાવવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે બારડોલી ખાતેની એક ખાનગી યુનિવર્સિટીમાં મિકેનિકલ બ્રાંચના વિદ્યાર્થીઓએ નજીવા ખર્ચે યંત્ર બનાવ્યું છે. બાળકોને બચાવવા માટે આ રોબોટીક રેસ્ક્યુ ડીવાઈસ ખૂબ ઉપયોગી સાબિત થશે તેમ જણાવી રહ્યા છે.
આ યંત્ર થકી બાળકોને સહી સલામત બહાર કાઢી શકાશે. બોરમાંથી બચાવવવા હજારો રૂપિયા ખર્ચાતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે. કે જે ફક્ત 7 થી 8 હજાર રૂપિયામાં બન્યુ છે. અને જે 10 કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે, જેમાં કેમેરાનો ઉપયોગ થયો છે. એક લોખંડનું સ્ટેન્ડ, કેમેરો, એલ.ઇ.ડી લાઈટ, સ્પીકર, હેન્ડ રોલર, વાયર, દોરી જેવી વસ્તુનો ઉપયોગ કરી જેનાથી સરળતાથી બોરમાં પડી ગયેલા બાળકની સ્થિતિ જોઈ પણ શકાય છે તેમ જ બાળક સાથે વાતચીત પણ કરી શકાય છે.
બારડોલી ખાતે આવેલ ખાનગી યુનિવર્સિટીમાં ના ડિપ્લોમા મીકેનિકલ બ્રાન્ચમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ પ્રથમ પ્રજાપતિ, તીર્થ મહેતા, હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડએ અંતિમ વર્ષ પ્રોજેકટ માટે પ્રોફેસર જેનીશ હેમંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બોરમાં પડી ગયેલા બાળકના રેસ્ક્યું ઓપરેશન માટે એક સરળ અને નજીવા ખર્ચનું રોબોટિક ડિવાઇસ બનાવ્યું છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મુજબ, 2009થી, 40થી વધુ બાળકો બોરવેલમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે અને 70 %થી વધુ બચાવ કામગીરી નિષ્ફળ ગઈ છે. જોકે કે વિદ્યાર્થીઓ દ્વારા ઇન્વેન્ટ કરેલ નવી ટેકનોલોજી કેટલી કારગર નીવડે છે તે પણ આવનાર સમયમાં મહત્વની સાબિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે