અમદાવાદઃ ચાંદલોડિયામાં અસામાજિક તત્વોનો આતંક, 25 લોકોના ટોળાએ બાઇક સળગાવ્યું
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કાર અને બાઈક પર સવારોએ સ્થાનિકોને માર મારી અને દુકાનો સહિત વાહનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ લગાડી ફરાર થઇ ગયા હતા
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકનો ઘટના સામે આવ્યી છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કાર અને બાઈક પર સવારોએ સ્થાનિકોને માર મારી અને દુકાનો સહિત વાહનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ લગાડી ફરાર થઇ ગયા હતા. મંગળવાર મોડી રાત્રે ચાર કાર અને 20થી 25 બાઇકો પર હાથમાં હથિયાર સાથે ટોળાએ ભાગોળમાં આવેલી એક દુકાનમાં પહેલા તોડફોડ કરી અને દુકાનમાં બેઠેલા વ્યક્તિને માર મારવાનું શરૂ કર્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ટોળાના હાથમાં ઘાતક હથિયારો હતા અને મારામારી કરતા હતા. ત્યારે સ્થાનિકો પણ વચ્ચે પડતા આ તોળાએ સ્થાનિકોને પણ મારવાનું શરૂ કરી દીધું હતું અને ભાગોળમાં પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ પાર્ક કરેલા બાઈકોમાં આગ ચાપી અને બીજી દુકાનોમાં પણ તોડફોડ શરુ કરી દીધી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રોકડા ગેંગ હતી જેણે આ ભાગોળ વિસ્તારમાં કહેર મચાવી ફરાર થયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મારામારીમાં બે લોકોને ઇજા પણ પોહચી છે અને આ ઝગડો દિનેશ દુબે અને રાહુલ ઠાકોર નામના બે વ્યક્તિ વચ્ચે 5 લાખની રકમની લેવડ દેવડ બાબતે થયો હતો. ત્યારે આ રોકડા ગેંગનો આ વિસ્તારમાં એવો આતંક છે કે સ્થાનિક લોકો કેમેરા સામે એમનું નામ લેતા પણ ડરી રહયા છે. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તાપસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે