મીટિંગના બહાને થાઈલેન્ડ જઈ શું ધંધા કરે છે ગુજરાતીઓ? પત્નીઓ જાણો તમારા 'એમની' આ ચાલ

gujarati in thailand : આજકાલ પતિદેવો પોતાની ભોલી ભાલી પત્નીઓને ઓફિસની મિટિંગનું કહીને થાઈલેન્ડ ઉપડી જતાં હોય છે. પણ ત્યાં જઈને મોટાભાગના લોકો શું ધંધા કરે છે એ બિચારી પત્નીને ખબર હોતી નથી. આ આર્ટિકલમાં જાણો આખરે થાઈલેન્ડમાં જ કેમ રાખવામાં આવે છે સીક્રેટ મીટિંગ અને કંપનીની ટ્રીપ...

મીટિંગના બહાને થાઈલેન્ડ જઈ શું ધંધા કરે છે ગુજરાતીઓ? પત્નીઓ જાણો તમારા 'એમની' આ ચાલ

Best places to visit thailand : મોજ શોખના શોખીન ગુજરાતીઓ કોઈ વસ્તુમાં પાછળ રહેવા માંગતા નથી. અંગ્રેજો કે દુબઈના શેખો જે રીતે લેવિશ લાઈફ એન્જોય કરતા હોય છે એવી જ રીતે ગુજરાતીઓ પણ મોજ-એ-દરિયા વાળી જિદંગી જીવવામાં માને છે. એમાં શરાબ,,,શબાબ અને કબાબ...બધુ જ આવી જાય. તમામ પ્રકારની રંગીન લાઈફ એન્જોય કરવા માટે મોટાભાગના ગુજરાતીઓ ફેમિલીમાં અને ખાસ કરીને પોતાની પત્નીઓથી જુઠ્ઠું બોલીને જતા થયા છે.

પત્ની સામે ઓફિસના બહાના કાઢી થાઈલેન્ડમાં મોજ કરે છે ગુજરાતીઓઃ
કંપનીની ટ્રીપ છે, બકા ઓફિસની મિટીંગ છે અને ઓફિસની બિઝનેસ મીટ રાખી છે એમ કરીને થાઈલેન્ડના આટાંફેર કરતા હોય છે. પત્ની સામે બિઝનેસ મીટિંગ અને ઓફિસના કામથી જવાનું છે તેમ કહીને ઘણાં ગુજરાતીઓ થાઈલેન્ડ થઈને મસાજની મજા માણતા હોય છે. મહત્ત્વનું છેકે, બધા જ અહીં મોજ શોખ માટે આવે છે એવું નથી, કેટલાંક લોકો પોતાના કામથી આવે છે. જોકે, અહીં આવતા મોટાભાગના ગુજરાતીઓની મચ્છા આ પ્રકારની જ હોય છે તે પણ ખોટું નથી. થાઈલેન્ડમાં પણ અલગ અલગ પ્રકારની મસાજ એ માત્ર કહેવા પુરતું છે બાકી અસલ વાત તો સેક્સની છે. ત્યાં દેહવ્યાપારનું ગ્લોબલ માર્કેટ છે. ઓપન બહાર છે. લાઈસન્સ સાથે રાત દિવસ ત્યાં હસીનાઓ જીસ્મફરોશીનો ધંધો કરતી હોય છે. એટલાં માટે જ ઘણાં લટ્ટુઓ થાઈલેન્ડમાં મીટિંગો કરવા આવે છે. 

ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો-
થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અને ભારતીયોના કારણે થાઈલેન્ડને આ સ્થાન મળ્યું છે. જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો રહેશેતો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે. 

દરિયાની મોજ અને મોજ-એ-દરિયા જિંદગીઃ
થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે. થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો. 

થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે. 

સાથે જ થાઈલેન્ડ સસ્તું પણ છે. તો યુરોપિયન દેશો તથા અન્ય દેશો ભારતીયોના ખિસ્સાને પરવડે તેમ નથી. તેથી થાઈલેન્ડ તેમના માટે મજબૂત ઓપ્શન છે. એટલુ જ નહિ, ભારતીયો માટે થાઈલેન્ડના વીઝા મેળવવા પણ સરળ છે. ઓનલાઈન અરજી કરીને વીઝા મેળવી શકાય છે. આવા અનેક કારણો છે કે ભારતીયો થાઈલેન્ડ તરફ આકર્ષાય છે, પરંતુ તેમાં સૌથી વધુ ગુજરાતીઓ મોખરે હોય છે. 

પટ્ટાયાઃ
જે તમારે સુંદર બીચ ડેસ્ટિનેશન ફરવું છે તો થાઈલેન્ડના પટ્ટાયા જરૂરથી જાઉં. પહેલાં અહીંયા એક ફિશિંગ ગામ હતું પરંતુ હવે દુનિયાનું સૌથી પોપ્યૂલર બીચ ડેસ્ટિનેશન છે. ત્યાં ઘણી લગ્ઝરી રેસ્ટોરેન્ટ અને ઘણા સુંદર બીચ છે. જ્યાં તમે તમારા પાર્ટનર અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. જ્યાં તમને શાનદાર થાઈ ફૂડની પણ મજા લઈ શકો છો. તે બેંકોકથી લગભગ 150 કિલોમીટરની દૂરી પર છે.

બેંકોકઃ
બેંકોક ન માત્ર થાઈલેન્ડની રાજધાની છે પણ એક સુંદર શહેર પણ છે. આ સુંદરતા ફરાયા નદીના કિનારે છે. એટલા માટે ત્યાં તમે રિવર ક્રૂઝની મજા ઉઠાવી શકો છો. આ શહેરમાં ટૂરિઝમ માટે ઘણા ઓપ્શન છે. જેમાં ગ્રેંડ પેલેસ, વાટ ફો, લુમ્ફિની પાર્ક, ફ્લોટિંગ માર્કેટ, એશિયાટેકનો સમાવેશ થાય છે.

કરાબીઃ
કરાબી એક એવી શાનદાર જગ્યા છે જે દુનિયાભરમાં ફેમસ છે. ત્યાંનો સુંદર પ્રાંત 200થી વધુ દ્વિપોનો બનેલો છે અને એશિયાના અમુક સુંદર સમુદ્ર તટોમાંથી એક છે. જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને સમય વિતાવો છે. ત્યાંનું સ્ટનિંગ રેલય બીચ પોતાની પ્રાચીન ગુફાઓ માટે લોકપ્રિય છે. ફી ફી આઈલેન્ડ પણ આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં તમે બોટિંગ કરી શકો છો અને વોટરફોલનો આનંદ લઈ શકો છો.

ચ્યાંગ રાયઃ
ચ્યાંગ રાય મ્યાંમાર અને લાઓસની બોર્ડ વસેલું સુંદર શહેર છે જે પહાડો વચ્ચે વસેલું છે. જ્યાં તમે ટ્રેકિંગ કરી શકો છો અને ઘણા સુંદર વોટરફોલ જોઈ શકો છો. ત્યાંના લામ નામ કોક નેશનલ પાર્કમાં ઘણી એક્ટિવિટી કરી શકો છો. ત્યાં તમે જનજાતીયો ગામમાં ફર શકો છો. 

સુખોથાઈઃ
સુખથાઈ થાઈલેન્ડનું ખુબ જ સુંદર શહેર છે. જ્યાં ખુબ જ જૂનું પાર્ક છે જે યૂનેસ્કોની યાદીમાં શામેલ છે. શહેરની જૂની દિવાલોથી ઘેરાયેલું પાર્ક 13મી સદીના સુખથાઈ સામ્રાજ્યના ખંડરોને પોતાનામાં સમાવી લે છે. ત્યાં 193 ખંડર છે જે મંદિરો, મહેલો અને સ્તૂપોનું મિશ્ર છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news