હેં... પાટણના કાર્યક્રમમાં પાટીલ આ શું બોલી ગયા, PM મોદીને ગણાવ્યા મોટા ભુવા

Gujarat Elections 2022 : ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પાટણના સિદ્ધપુરમાં યોજયો વિશાળ રોડ શો... શહેસા ગામની જાહેર સભામાં ઠાકોર સેના જિલ્લા પ્રમુખ જિબાજી ઠાકોરના કેસરિયા...

હેં... પાટણના કાર્યક્રમમાં પાટીલ આ શું બોલી ગયા, PM મોદીને ગણાવ્યા મોટા ભુવા

પ્રેમલ ત્રિવેદી/પાટણ :સિદ્ધપુર ખાતે આજે ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ, સાંસદ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના પ્રમુખ તેમજ સેનાના કાર્યકરોએ કેસરીયો ધારણ કરતા સિદ્ધપુર વિધાનસભા સીટનું રાજકારણ ગરમાયું છે. પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જીબાજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. જીબાજી ઠાકોર 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત દાવેદાર હતા. જિબાજી અને તેમની ટીમ કેસરિયો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. સિદ્ધપુર વિધાનસભામાં સૌથી મોટી વોટબેન્ક ઠાકોર સમાજની છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારનો દોર ધમધમતો કરી દેવાયો છે. જેમાં તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે આજે સિદ્ધપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સિદ્ધપુર મુકામે આવી રોડ શો કરી સહેસા ગામે પહોંચ્યા હતા. જ્યાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં સી આર પાટીલ, અલ્પેશ ઠાકોર, ભરતસિંહ ડાભી સાંસદ વગેરે અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પાટણ જિલ્લા પ્રમુખ જીબાજી ઠાકોરે પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. આ બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. 

જીબાજી ઠાકોર વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસમાંથી દાવેદારી માટે ભારે ચર્ચામાં હતા, પણ છેલ્લા સમયે તેમને ટિકિટ ન મળતા નિરાશા મળી હતી. ત્યારે અગામી 2022 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોગ્રેસમાંથી ફરી ટિકિટ મેળવવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ એક કર્યો હતો અને કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટે હુંકાર પણ કર્યો હતો. પણ આ સમયે પણ તેમને ટિકિટ મળે તેમ ન હોઈ છેવટે તેઓએ આજે કેસરિયા કર્યા છે. સ્થાનિક નેતા ગણાતા જીબાજી ઠાકોરના ભાજપમાં જવાથી રાજકીય ભૂકંપ સર્જાવા પામ્યો છે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ જીબાજી ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસને સિદ્ધપુર સીટ પર મોટો ફટકો સહન કરવાનો વારો આવી શકે છે. 

તો સીઆર પાટીલે કેજરીવાલના હિન્દૂ કાર્ડ મામલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પંજાબના કાર્યાલયમાંથી મહાત્મા ગાંધીના ફોટો હટાવી લીધા છે. હાલની ચલણી નોટોમાંથી પણ મહાત્મા ગાંધીનો ફોટો હટાવી ન લે તેને માટે ચિંતા કરવાની જરૂર છે. વધુમાં સીઆર પાટીલે દેશના વડાપ્રધાન મોદીને ભુવા ગણાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયાં હતા. તેમણે કહ્યુ હતું કે, નરેન્દ્ર મોદી જ્યારે તમારા જિલ્લાના હતા ત્યારે તમે પોરસાતા હતા. ત્યારે તમારા જિલ્લાના પ્રધાનમંત્રી બની ગયા છે. ગુજરાત આખુ તેમાં પોરસાય છે. આપણે કહીએ છીએ કે, જ્યા ભુવા ધૂણે તો નારિયેળ ઘર બાજુ નાંખે. આપણો મોટા ભાવુ મોદીજી છે. એક પછી એક નારિયેળ ફેંકતા જાય. સરકાર બધા નારિયેળ ગુજરાતમાં લઈ આવે. એક પછી એક પ્રોજેક્ટ ગુજરાતમાં આવે, અને એક પછી એક તમારી મુશ્કેલીઓ દૂર થઈ જાય. 

ભાજપમાં કેસરિયો ધારણ કર્યા બાદ GKTS ના જિલ્લા પ્રમુખ જિબાજીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, કોંકરેજ, ખેરાલુ, ડીસા, બહુચરાજી અને પાટણ જિલ્લાની 4 સીટોમાં કોંગ્રેસનો સફાયો થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news