Jio લાવ્યું ધાંસૂ Offer! JioFiber કનેક્શન બુક કરવા માટે એકપણ રૂપિયો આપવો નહી પડે; જાણો બધું જ
JioFiber ગ્રાહકોને પોસ્ટપેડ સાથે-સાથે પ્રીપેડ પ્લાન પણ લોન્ચ કરી રહ્યું છે. પોસ્ટપેડ પ્લાન સાથે કંપની ગ્રાહકોને જીરો કોસ્ટ પર નવા કનેક્શન બુક કરાવવાનો ફાયદો આપી રહી છે.
Trending Photos
Reliance Jio ના JioFiber ભારતમાં સૌથી મોટી બ્રોડબેંડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) છે. JioFiber સાથે ગ્રાહકોને અત્યાર સુધી કનેક્શન બુક કરાવવા માટે પૈસા આપવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ એક એવી ઓફર છે જે ફક્ત તે ગ્રાહકો માટે રિઝર્વ છે જે પોસ્ટપેડ JioFiber પ્લાન માટે લઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે ઘણા મહિનાઓથી JioFiber ગ્રાહકોને પોસ્ટપેડ સાથે-સાથે પ્રીપેડ પ્લાન પર રજૂ કરી રહ્યા છે. પોસ્ટપેડ પ્લાન સાથે કંપની ગ્રાહકોએન જીરો કોસ્ટ પર નવા કનેક્શન બુક કરવાના ફાયદા આપી રહી છે.
499 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાનર JioFiber Postpaid Plans શૂન્ય બુકિંગ સાથે આવશે. ગ્રાહકોને 3,6 અથવા 12 મહિના માટે પોસ્ટપેડ પ્લાન સિલેક્ટ કરવો પડશે. તેનાથી તેમને ઇંસ્ટોલેશન માટે ચૂકવણી કરવી નહી પડે અને રાઉટર માટે ઝીરો ડિપોઝીટ ચાર્જ પણ ચૂકવવો પડશે. JioFiber ના પોસ્ટપેડ પ્લાન્સની સૌથી સારી વાત એ છે કે આ OTT (ઓવર-ધ-ટોપ) બેનિફિટ્સ સાથે આવે છે.
સેટ-અપ બોક્સ મળી રહ્યું છે ફ્રી
જે ગ્રાહક JioFiber Postpaid Plan સાથે ઓટીટી લાભ માટે દરમહિને વધારાના 100 રૂપિયા અથવા 200 રૂપિયાની ચૂકવણી કરી રહ્યા છે, તે પણ કંપનીમાંથી મફતમાં જિયો સેટ-ટોપ બોક્સ (એસટીબી) પ્રાપ્ત કરવાનું પાત્ર છે. તમે JioFiber પોસ્ટપેડ કનેક્શન સાથે 30 એમબીપીએસ સ્પીડથી માંડીને 1 જીબીપીસ સુધી પ્લાન પ્રાપ્ત કરી શકો છો.
JioFiber દિવાળી ઓફર
હાલમાં, JioFiber તહેવારની સિઝન માટે એક પ્રચાર પ્રસ્તાવ પણ ચાલી રહ્યો છે. જે ગ્રાહક 599 રૂપિયા દર મહિને અથવા 899 રૂપિયા દર મહિનાના પ્લાન માટે 6 મહિના માટે લેવામાં છે. તેમને કોઇપણ વધારાના ચાર્જ વિના કંપની તરફથી 15 દિવસની એકસ્ટ્રા સર્વિસ સાથે 100% રિટર્ન મળશે. પ્લાનના 100% મૂલ્ય ગ્રાહકોને Ajio, Reliance Digital, Netmeds અને Ixigo ના કૂપન સાથે પરત આપવામાં આવે છે.
આ એક સીમિત સમયની ઓફર છે અને 28 ઓક્ટોબર 2022 સુધી લાગૂ રહેશે. JioFiber માંથી કનેક્શન બુક કરાવવા માટે, તમે કંપનીના કસ્ટમર કેર પર કોલ કરી શકો છો, નજીકના રિટેલ સ્ટોર પર જઇ શકો છો, અથવા કંપનીની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન રિકવેસ્ટ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે