પોલીસ અધિકારીઓના TikTok video વિશે થરાદમાં જાહેર કરાયો ખાસ પરિપત્ર
ગુજરાત પોલીસ પર હાલ ટિકટોકનું ગ્રહણ લાગ્યું છે. તો બીજી તરફ ટિકટોક કરનારા પોલીસ અધિકારીઓ પોતાની હદ વટાવીને વીડિયો બનાવી રહ્યાં છે. જેને કારણે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યું છે. ત્યારે આવા ટિકટોક વીડિયોનું પોલીસ વિભાગમાંથી દૂર કરવા થરાદના મદદનીશ પોલીસ અધિક્ષકે ટીકટોક મામલે પરિપત્ર જાહેર કર્યો છે.
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગુજરાત પોલીસ પર હાલ ટિકટોકનું ગ્રહણ લાગ્યું છે. તો બીજી તરફ ટિકટોક કરનારા પોલીસ અધિકારીઓ પોતાની હદ વટાવીને વીડિયો બનાવી રહ્યાં છે. જેને કારણે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યું છે. ત્યારે આવા ટિકટોક વીડિયોનું પોલીસ વિભાગમાંથી દૂર કરવા થરાદના મદદનીશ પોલીસ અધિક્ષકે ટીકટોક મામલે પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાવમાં 8 ઈંચ ખાબક્યો
થરાદ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, કોઈપણ પોલીસ કર્મચારીએ ફરજ દરમિયાન ગણવેશમાં કે સાદા ડ્રેસમાં ટિકટોક કે અન્ય વીડિયો બનાવવા નહિ. ફરજ દરમિયાન પોલીસ કર્મચારી ટિકટોક વીડિયો બનાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
એટલું જ નહિ, પોલીસ કર્મચારીઓના ટેલેન્ટને પણ થરાદ પોલીસ વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ, જો કોઈ કર્મચારી મનોરંજનમાં ખાસ રસ કે પ્રતિભા ધરાવતા હોય તો તેમને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવી. પ્રતિભા ધરાવતા કર્મચારીઓને યોગ્ય તક આપવામાં આવશે. આમ, પોતાના વિભાગના કર્મચારીઓનું ટેલેન્ટ નિખારવા અને ટિકટોકનુ દૂષણ દૂર રાખવા માટે થરાદ વિભાગ દ્વારા અનોખો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે