9.5 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું વાવ, આખેઆખા ગામોમાં વરસાદના પાણી ઘૂસ્યા

ગુજરાતમાં હવે સર્વત્ર ચોમાસાનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસાદ એક તરફ ખેડૂતો તો બીજી તરફ લોકોમાં આનંદ છવાયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

Updated By: Jul 29, 2019, 10:25 AM IST
9.5 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું વાવ, આખેઆખા ગામોમાં વરસાદના પાણી ઘૂસ્યા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં હવે સર્વત્ર ચોમાસાનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસાદ એક તરફ ખેડૂતો તો બીજી તરફ લોકોમાં આનંદ છવાયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના થરાદમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના નવ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 18 તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

અમદાવાદ : Allen ઈન્સ્ટિટ્યૂટનો શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થીનું ગળુ દબાવી નાંખ્યું

હવામાન ખાતા તરફથી મળેલી માહિતી અનુસાર, આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભર અને વાવ માં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવમાં પડેલા ભારે વરસાદના લીધે અનેક ઘરોમાં પાણી ભરાયા છે. વાવમાં બે કાચા મકાનો ધારાશાયી થયા છે. તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં હરખ સમાતો નથી. 

વાવમાં 9.5 ઈંચ વરસાદ પડતાં જળબંબાકાર
9.5 ઈંચ વરસાદથી આખુ વાવ પંથક પાણી પાણી થઈ ગયું છે. વાવ તાલુકાના મોરિખા ગામે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આ કારણે મોરિખા ગામના વાલ્મિકી પરિવારોએ શાળા અને ઊંચાંણ વાળા વિસ્તારોમાં આશરો લીધો હતો. તો વાવના હરિપુરમાં ગામમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વાવના વાવડી ગામની શાળા બેટમાં ફેરવાઇ ગઈ છે. 

સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ

નર્મદા ડેમની સપાટી 
ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉપરવાસમાંથી 14025 ક્યુસેક પાણીની આવક સામે 12122 ક્યુસેક પાણીની જાવક છે. હાલની ડેમની સપાટી 121.74 મીટર છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં 10 સેમીનો ઘટાડો નોંધાયો છે. હાલ મેન કેનલમાં ગુજરાત માટે 12000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 1590 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. CHPHના 3 પાવર હાઉસના ટર્બાઇન ચાલુ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

રાજ્યભરમાંથી વરસાદના બ્રેકિંગ

  • બનાસકાંઠાના ડીસા થરાદ હાઇવે પર ઝાડ ધારાશાયી થયું. ચિત્રોડા પાસે ઝાડ પડવાથી રસ્તો બ્લોક થયો. જેના બાદ સ્થાનિક લોકો દ્વારા રસ્તા ખુલ્લો કરાયો હતો. તંત્રના પહોંચતા પહેલા જ સ્થાનિકોએ રસ્તો ખુલ્લો કરાવ્યો. 
  • ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉમરપાડા ચિતલદા ગામ ચેક ડેમ ઓવર ફ્લો થયો છે, તો દિવતણ ગામની સીમમાં દેવઘાત ધોધ છલકાયો છે.
  • અરવલ્લી જિલ્લામાં નદી-નાળામાં નવા નીર આવ્યા છે. રાજસ્થાન તરફથી મેશ્વો નદીમાં નવા નીર આવતા ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. શામળાજી પંથકમાં નાળામાં પાણી આવતા ચેકડેમ છલકાયા છે.
  • સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં ઉમરપાડા માં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ મોસમનો કુલ વરસાદ 5590 એમ.એમ. નોંધાયો
  • અંબાજી અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી બનાસ નદીમાં પાણીની આવક થી છે. ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવુ પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તો બીજી તરફ, સતત વરસી રહેલા વરસાદને પગલે નદીના નીરના આવકમાં વધવાની સંભાવના છે.