AHMEDABAD માં નશાનો કારોબાર કરતો રિઢો આરોપી 16 કીલો ગાંજા સાથે ઝડપાયો

શહેરમાંથી ફરી એક વખત યુવાધનને બરબાદ કરતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી વિસ્તારમાંથી 16 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કોણ છે યુવાધનને બરબાદ કરનાર આરોપીઓ અને કઇ રીતે કરે છે તસ્કરી તે તરકીબ પણ ચોંકાવનારી છે. 
AHMEDABAD માં નશાનો કારોબાર કરતો રિઢો આરોપી 16 કીલો ગાંજા સાથે ઝડપાયો

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાંથી ફરી એક વખત યુવાધનને બરબાદ કરતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી વિસ્તારમાંથી 16 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કોણ છે યુવાધનને બરબાદ કરનાર આરોપીઓ અને કઇ રીતે કરે છે તસ્કરી તે તરકીબ પણ ચોંકાવનારી છે. 

એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ હસન ફિરોજ ઉર્ફે મચ્છી છે. આરોપી અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ સૈયદ રીયાઝ હુસેનની ચાલીમાં રહે છે. આરોપીની ઉંમર માત્ર ૨૪ વર્ષ છે પરંતુ નાની ઉંમરે વધુ પૈસા કમાવવાની લાલચે ગાંજો વેચવાનું શરૂ કર્યું હતું. જોકે આરોપીનું શોર્ટ કટમાં રૂપિયા કમાવવાનો કીમિયો લાંબો સમય ન ચાલ્યો. અંતે પોલીસે બાતમીના આધારે આરોપીને ૧૬ કિલો ગાંજા સાથે સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડી ૨ લાખ ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસની  પ્રાથમિક પૂછપરછમાં આરોપી પકડાયેલ 16 કિલો ગાંજો સુરતમાં રહેતો કિરણ નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો. સુરતમાં રહેતો અને ગાંજાનો સપ્લાય કરતો આરોપી કિરણ વડોદરા સુધી ગાંજો મોકલી આપ્યો હતો. જો કે ત્યારબાદ આરોપી હસન પોતાના ખાનગી વાહનમાં વડોદરાથી અમદાવાદ ગાંજો લાવીને વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપી ની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ બાદ વધુ ખુલાસા સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news