હવામાન : સૌરાષ્ટ્રમાં તોફાન તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી

રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમીને કારણે મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ટાઢક વળે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા છે.

Updated By: May 26, 2020, 08:32 PM IST
હવામાન : સૌરાષ્ટ્રમાં તોફાન તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી

અમદાવાદ : રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમીને કારણે મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ટાઢક વળે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદની સ્થિતી સ્ફોટક છતા સિવિલ નહી ફરકનાર મેયર બિજલ પટેલે મેંગો ફેસ્ટિવલનુ ઉદ્ધાટન કર્યું

બે દિવસ બાદ વાવાઝોડાની સ્થિતી સ્પષ્ટ થઇ શકે છે
આવનારી 28/29 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. જ્યારે 30/31 મેના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ સહિતમાં સામાન્ય વરસાદ પાડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જો કે વાવાઝોડા અંગે હજી સ્થિતી સ્પષ્ટ નથી પરંતુ આગામી બે દિવસમાં સ્થિતી સ્પષ્ટ થઇ જશે. 

પ્રેમ બાદ પ્રોપર્ટી મુદ્દે પણ એસિડ એટેક ! સુરતમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારી બન્યા ભોગ

રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે જ પરંતુ ગરમી પણ યથાવત્ત જ રહેશે જેના કારણે બફારો થાય તેવી શક્યતાઓ વધારે છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હિટવેવ યથાવત્ત રહેશે. જેના પગલે સરકાર દ્વારા કરવામાં આવેલા ઓરેન્જ એલર્ટને લંબાવામાં આવે તેવી શક્યતા છે. 

અમદાવાદ : પુત્રએ પિતા પર કર્યો હિચકારો હુમલો, કહ્યું હજી વચ્ચે આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશ

જો વાવાઝોડુ આવે તો સૌથી વધારે અસર ગીર સોમનાથ અને અમરેલી પ્રભાવિત થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડાનો ખતરો યથાવત્ત છે. 3 જુને જો વાવાઝોડુ આવે તો સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાં સૌથી વધારે અસર પડી શકે છે. આ ઉપરાંત દરિયાઇ જિલ્લાઓ ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ પર પણ વત્તા ઓછે અસર પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube