કચ્છના કનકપર ગામે પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે કરી શ્રેષ્ઠ કામગીરી, મળ્યો જળશક્તિ એવોર્ડ

કનકપર ગામની પાણી બચાવ અંગેની કામગીરી અંગે માહિતી આપતા સરપંચ ચંદ્રિકાબેન જણાવ્યું હતું કે, કનકપર કચ્છમાં એક એવું ગામ છે જ્યાં તમામ ખેડૂતોની ખેતીની જમીનો સો ટકા'' ટપક પદ્ધતિ આધારિત છે. ગામમાં વરસાદી પાણીના સંગ્રહના મોટા-મોટા ટાંકા છે. 

કચ્છના કનકપર ગામે પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે કરી શ્રેષ્ઠ કામગીરી, મળ્યો જળશક્તિ એવોર્ડ

ભુજઃ દિલ્હી ખાતે થોડા દિવસ પેહલા દેશના પશ્ચિમી ક્ષેત્રનો બીજા નંબરનો જળશક્તિ એવોર્ડ કચ્છના કનકપર ગામને જાહેર કરવામાં આવ્યો હતો. પાણી સંગ્રહ ક્ષેત્રે કચ્છમાં મોટી કામગીરી કરતા અબડાસાના નાનકડા કનકપર ગામને જળશકિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

ભૂગર્ભ જળ રિચાર્જ, સ્વચ્છતા ,પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી
દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે પુરસ્કાર સરપંચ ચંદ્રિકાબેન રંગાણીને આપવામાં આવ્યો હતો. કનકપર ગામની પાણી બચાવ અંગેની કામગીરી અંગે માહિતી આપતા સરપંચ ચંદ્રિકાબેન જણાવ્યું હતું કે, કનકપર કચ્છમાં એક એવું ગામ છે જ્યાં તમામ ખેડૂતોની ખેતીની જમીનો સો ટકા'' ટપક પદ્ધતિ આધારિત છે. ગામમાં વરસાદી પાણીના સંગ્રહના મોટા-મોટા ટાંકા છે. એક વરસ વરસાદી પાણી ચાલે તેવી સંગ્રહશકિત કરવામાં આવે છે. જળસંગ્રહ ક્ષેત્રે ગામમાં કામ કરવામાં સૌ ગ્રામજનો જોડાય છે અને ગામના તમામ લોકો પાણીની બાબતમાં જાગૃત છે.

રાજ્યમાં સૌથી ઓછા વરસાદવાળા જિલ્લા કચ્છમાં પીવા અને સિંચાઇ માટે પાણીની ખપત વધુ છે. એમાં વળી અબડાસાના છેવાડાનાં ગામોમાં તો પાણીના એક - એક ટીપાની કિંમત વિશેષ હોય છે . મહિલોઓ અને ખેડૂતો જ પાણીની કિંમત સમજી શકતા હોય છે ત્યારે અબડાસામાં સતત બે ટર્મથી સરપંચથી લઇને સમગ્ર બોડી મહિલા સમરસ ધરાવતા ગામ કનકપરમાં સહિયારા પ્રયાસોથી ભૂગર્ભ જળ રિચાર્જ, સ્વચ્છતા ,પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે સહિયારા પ્રયાસોથી શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે.

ગામમાં વાસ્મોના સહયોગથી ગંદા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ બનાવાયું
ગામ માં પાણીની બચત માટે 2005 થી 100 ટકા ડ્રિપ ઇરિગેશનથી સિંચાઇ કરાય છે. વધુમાં ગામના ખેડૂતો દ્વારા પોતાનાં ખેતર તથા વાડીમાં તૂટી ગયેલા બોરવેલ રિચાર્જ કરવાની કામગીરી 30 જેટલી અલગ અલગ જગ્યાએ વર્ષ 2019 થી કરાય છે. જેમાં દર વર્ષે અબજો લિટર પાણી જમીનમાં સંગ્રહ થાય છે. વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણીની યોજના ,ઊંચી ટાંકી વગેરે બનાવી ગામમાં 24 કલાક પાણી મળે છે અને વાસ્મોના સહયોગથી ગટર યોજનાના તેમજ એસ.ટી.પી. એટલે કે ગંદા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ બનાવાયું છે. જેની ખાસિયત એ છે કે ગટરનું પાણી શુદ્ધ કરી ખેડૂતોને ખેતી માટે વાપરવામાં આવે છે .

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે ર્નિમળ ગામનો પુરસ્કાર , સીડમની અવૉર્ડ , 2010-11માં તાલુકાની અને જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત , 100 ટકા ટપક સિંચાઇ , શ્રેષ્ઠ પાણી સમિતિ , ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે ગૌસેવા સમિતિને 2021 નો આંતરરાષ્ટ્રીય અવૉર્ડ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સહિત આ ગામને અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે .

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news