જુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા

જિલ્લાના જામખંભાળિયા નજીક આવેલ નાના આસોટામાં સામાન્ય બાબતમાં આધેડને માર મારતા મોત નીપજયું હતું. જેમાં બે આરોપીઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એકાદ વર્ષથી સામાન્ય બોલાચાલી અને ઝગડો થયો હતો. જેમાં ઝગડાને લઈને મનદુઃખ થતા ફરી એકવાર ઝગડો થયો અને આ ઝગડામાં કરશન સગા આંબલિયાનું મોત સારવાર દરમિયાન થતા મારમારીનો બનાવ હત્યામાં ફેરવાયો હતો.

Updated By: Nov 29, 2021, 11:50 PM IST
જુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના જામખંભાળિયા નજીક આવેલ નાના આસોટામાં સામાન્ય બાબતમાં આધેડને માર મારતા મોત નીપજયું હતું. જેમાં બે આરોપીઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એકાદ વર્ષથી સામાન્ય બોલાચાલી અને ઝગડો થયો હતો. જેમાં ઝગડાને લઈને મનદુઃખ થતા ફરી એકવાર ઝગડો થયો અને આ ઝગડામાં કરશન સગા આંબલિયાનું મોત સારવાર દરમિયાન થતા મારમારીનો બનાવ હત્યામાં ફેરવાયો હતો.

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા

જામખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એકાંતનું જીવન જીવતા કરશન સગા આંબલિયા ઉ 47 વર્ષની ઢોર માર મારતા તેમનું મોત થયું છે. તેમને ઇજાઓ થતા સારવાર અર્થે જામખંભાળીયા અને બાદમાં જામનગર જી જી હોસ્પિટલમાં ખસેડાતા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. નાના આસોટા ગામે મજૂરી કામ કરી કરશન સગા આંબલિયા ગામમાં એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેઓને કોઈ બાબતે અગાઉ ગામમાં બોલાચાલી થઇ હતી. 

GUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

આ મામલે આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરશન ખુંટી તથા આરોપી જીવા ઉર્ફે હકો કરશન ખુંટીએ ધોકા વડે મૃતક કરશનભાઈ આંબલિયાને બંને પગે તથા હાથે માર મારતા ગંભીર રીતે ઘવાયેલા કરશન આંબલિયાને સારવાર અર્થે જીજી હોસ્પિટલ જામનગર લઈ જવાયા હતા. જ્યાં તેઓએ સારવાર દરમિયાન દમ તોડતા આ સમગ્ર મામલો હત્યામાં પરિણામતા પોલીસે બંને હત્યાના આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરશન ખુંટી, તથા આરોપી જીવા ઉર્ફે હકો કરશન ખુંટી બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube