Ahmdabad News: શુક્રવારની વહેલી સવારે નૌશલ ઠાકોર નામના યુવકની નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 5 હત્યારોઓએ હત્યાને અંજામ આપી મીનીટો માં જ ફરાર થઈ ગયા હતા.
રાજકોટ શહેર જીલ્લામા કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને હત્યા અને ખુની હુમલા થયા હોવાનુ અનેક ઘટનાઓ સામે આવી છે . ત્યારે વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેમા સરધાર ગામનાં પુર્વ ઉપ સરપંચ પોતાની વાડીએ સુતા હતા ત્યારે મધરાત્રે અજાણ્યા શખસે છાતીનાં ભાગે ત્રીકમનો ઘા ઝીકી પુર્વ સરપંચની ક્રુર હત્યા કરી હતી.
બે દિવસ પહેલા ની રાત્રે નરોડા પાટિયા રોડ પર બે અલગ અલગ રાહદારીઓ પર ગુનેગાર તત્વોએ છરી થી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને રાહદારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. સામાન્ય બાબતમાં એક 22 વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Indian Student killed: અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યાનો દર્દનાક મામલો સામે આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ હત્યા કેવી રીતે કરવામાં આવી. ભારતીય વિદ્યાર્થી વિવેક, જે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો, તેને એક બેઘર વ્યક્તિએ હથોડીના ઘા ઝિંકીને પતાવી દીધો છે.
સુરત પાંડેસરામાં એક 11 વર્ષના બાળકિશોર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને 14 જેટલા ઘા માર્યા હતા.ઈજાગ્રસ્ત માસુમ બાળ કિશોરનું સુરત સિવિલ હોસ્પિટલમાં 30 દિવસની સારવાર બાદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો. અનનોન કોલને ગંભીરતાથી લઇ ધનંજયસિંહે પોતાના ઉપરી અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને જાણ કરી હતી. પોલીસે તુરંત તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Jyotishacharya Murder in Karnataka:જાણીતા જ્યોતિષાચાર્ય પર ચાકૂથી ઉપરાછાપરી 70 જેટલા ઘા ઝીંકી દઈને તેમની હત્યા કરી નાખવામાં આવી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
ફેશન ડિઝાઈનની વિદ્યાર્થિની (Fashion Design Student) પર બળાત્કાર બાદ ક્રૂરતાપૂર્વક હત્યા (Rape & Murder) કરવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ વિદ્યાર્થીનું માથું કાપી નાખ્યું અને તેને ગરમ પાણીમાં નાખીને ઉકાળ્યું.
જિલ્લાના જામખંભાળિયા નજીક આવેલ નાના આસોટામાં સામાન્ય બાબતમાં આધેડને માર મારતા મોત નીપજયું હતું. જેમાં બે આરોપીઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એકાદ વર્ષથી સામાન્ય બોલાચાલી અને ઝગડો થયો હતો. જેમાં ઝગડાને લઈને મનદુઃખ થતા ફરી એકવાર ઝગડો થયો અને આ ઝગડામાં કરશન સગા આંબલિયાનું મોત સારવાર દરમિયાન થતા મારમારીનો બનાવ હત્યામાં ફેરવાયો હતો.
શામલી બેટીયાના જંગલમાંથી યુવકનો મૃતદેહ હત્યા કરી ફેંકી દીધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ગોધરાના હયાતની વાડી વિસ્તારમાં રહેતાં ૩૩ વર્ષીય યુવકની બાઈક મોડી રાત્રે દરૂણીયા પાસેથી મળી આવ્યા બાદ સવારે જંગલમાંથી મૃતદેહ મળી આવતાં જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોધરા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતાં જ મૃતકના સ્વજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે મૃતક વાહનોના સ્પેર પાર્ટ્સની દુકાન ધરાવતો હતો. જેથી ક્યાં સંજોગોમાં હત્યા કરવામાં આવી જેનું રહસ્ય અકબંધ છે.
બિહાર (Bihar) ના મુઝફ્ફરપુરમાં પ્રેમ કરવાની એવી ખૌફનાક સજા મળી કે જાણશો તો પગ તળેથી જમીન સરકી જશે. રૂવાડાં ઊભા થઈ જશે.
આ મામલે અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ 15 જુલાઈ 2010ના રોજ જિલ્લા જજ એસએએ હુસૈનીએ શબનમ અને સલીમને ફાંસીની સજા સંભળાવી હતી.
શહેરના શાહપુરમાં રોડ પર ચાલતા ઝગડામાં વચ્ચે પડીને લોકોને છોડાવવાનો પ્રયાસ કરનારા એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બે જુથ લડી રહ્યા હતા ત્યારે વચ્ચે પડીને છોડાવવા વચ્ચે પડેલા એક વ્યક્તિ પર છડી વડે હૂમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ ગુનામાં શાહપુર પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. મોડી રાત્રે ખેલૈયા ખુની ખેલના પગલે અમદાવાદમાં ચકચાર મચી જવા પામી છે. શાહપુરમાં રાત્રે 33 વર્ષીય ઝહીરુદ્દીન સૈયદ જે સિલાઇકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.તે પોતાનું કામ પુરુ કરી ઘરે આવી રહ્યો હતો. ત્યારે મૃતકના મહોલ્લામાં ફિરોજ, આયુબ, રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા. દરમિયાન મૃતકે ઝગડો શાંત કરવા માટે વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
કચ્છના રાપરતમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. રાપરમાં જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા થઇ હતી. જેના કારણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં લોકડાઉન ખુલતાની સાથે જ એકવાર ફરી ગેંગવાર ચાલુ થઇ ચુકી છે. સુરતમાં પણ જાણે ફરી એકવાર બે ગેંગોની અથડામણ લોહીયાળ બની છે. ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર પર ડિંડોલી વિસ્તારમાં 10 જેટલા લોકોએ બુટલેગર પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં તેનું મોત નિપજ્યું હતું.
સુરતમાં ખેલાયો ખૂનીખેલ: યુવકને જાહેરમાં માર્યા છરીના ઘા, જુઓ સીસીટીવી ફૂટેજ
શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખુલ્લેઆમ હત્યાના એકપછી એક બનાવવો સામે આવી રહ્યાં છે. ત્યારે હત્યા, બળાત્કાર જેવા અનેક ગુનાઓ રોકવા માટે પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી શહેરમાં એક વ્યક્તિની 60 સેકન્ડમાં 36 છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ધોડા દિવસે હત્યા કરવાની ઘટના સામે આવતા લોકો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
રાજકોટના રવિરત્ન પાર્કની છે. એક અજાણ્યા શખ્સ દ્વારા બાઇક અથડાવી રોક્યા બાદ હત્યારાએ હરેશ માધવજીભાઇ મકવાણા (ઉ.45) નામના વ્યક્તિ પર 60 સેકન્ડમાં 36 ઘા મારી ધોળા દિવસે ખુલ્લેઆમ રહેંશી નાખ્યો હતો.
છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પુત્રએ પહેલા તો તેની માતાની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેના માંસને ક્યારેક પકવીને તો ક્યારેક કાચું જ ખાઈ ગયો.