જામનગરમાં મહોરમની ઉજવણી મોકુફ, ઘરમાં જ સાદગીથી ઉજવણી માટે અપીલ કરવામાં આવી
Trending Photos
જામનગર : કોરોનાની મહામારીની અસર તમામ ધાર્મિક ઉત્સવો ઉપર જોવા મળી રહી છે, ત્યારે હાલ મુસ્લિમોના પવિત્ર અને ગમગીની તેમજ માતમના તહેવાર મહોરમમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. જેના ભાગરૂપે જામનગરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત વિશ્વ વિખ્યાત કલાત્મક તાજિયાનું જુલૂસ આ વર્ષે જામનગરના રાજમાર્ગો પર નીકળશે નહિ અને તાજીયાના માતમની અંદર જ તાજીયા કમીટી દ્વારા ધાર્મિક વિધિ પૂર્ણ કરી સાદગીથી મહોરમની ઉજવણી કરવામાં આવી રહી છે.
જામનગરમાં વર્ષોથી મોહરમની ઉજવણી વિશ્વકક્ષાએ પ્રખ્યાત છે. એમાં પણ રાજ્યના રંગબેરંગી અને લાઇટિંગ તેમજ અદભુત કલાત્મક તાજીયા આવો નિહાળવા જામનગર સહિત દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં લોકો ઊમટતા હોઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોરોનાની મહામારી અને રાજ્ય સરકારની કોરોનાની ગાઈડલાઈન અનુસાર આ વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા જામનગરમાં પવિત્ર અને ગમગીની તેમજ માતમ અને શહાદતના તહેવાર એવા મહોરમની પણ સાદગી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને હઝરતે ઇમામ હુસેન અને હસન તેમજ શહીદોની યાદમાં ઉજવવામાં આવતા પર્વમાં આવશે. સાદગીભર્યા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જ્યારે જામનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને નાના-મોટા અસંખ્ય કલાત્મક તાજીયા જામનગરમાં બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે જામનગરના રાજમાર્ગો પર આ કલાત્મક તાજીયાઓના જુલુસ નહીં નીકળે. જ્યારે વર્ષોની પરંપરા જાળવી રાખવા માટે તાજિયા કમિટી દ્વારા માતમની અંદર જ સતત એક મહિનાની અથાગ મહેનતથી હિંદુ-મુસ્લિમ યુવાનોએ સાથે મળીને તાજીયા બનાવ્યા છે. આ તાજીયાને માતમની અંદર જ ધાર્મિક વિધિ પૂર્ણ કરી સદગીથી મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે આજે હાલ સરઘસ રાત અને આવતીકાલે તાજીયા ટાઢા થવાના છે, પરંતુ આ તમામ પ્રકારની મહોરમની દર વર્ષે ઉજવાતી ભવ્ય ઉજવણીઓ જામનગરના મુસ્લિમ સમાજ દ્વારા મોકૂફ રાખવામાં આવી રહી છે. આ અંગે જામનગરના મુસ્લિમ આગેવાનો પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે, કોરોનાની મહામારીના કારણે મુસ્લિમ સમાજ દ્વારા સાદગીથી મોહરમની ઉજવણી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે