સુરતમાં વધારે ત્રણ કેસ પોઝિટિવ આવતા આંકડો 16 પર પહોંચ્યો, બેગમપુરા આખો વિસ્તાર ક્વોરન્ટીન

શહેર જિલ્લામાં એક જ દિવસમાં વધારે ત્રણ કેસ પોઝિટિવ આવતા હવે આંકડો 16 પર પહોંચી ચુક્યો છે. જે પૈકી વધારે એકનું રાત્રે મોત નિપજ્યું હતું. જ્યારે વધારે બે પોઝિટિવ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. પાંડેસરા, બેગમપુરા બાદ અડાજણમાં પણ પોઝિટિવ કેસ નોંધાયો છે. મૃતક પોઝિટિવ મહિલા મિશન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી હાલ આરોગ્ય વિભાગ દ્વારા આખી હોસ્પિટલને  સેનિટાઇઝ કરાવામાં આવી રહી છે. આજે વધારે 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. દરમિયાન સુરત APMC કાંડ બાદ આ માર્કેટ પણ આગામી આદેશ સુધી બંધ રાખા માટેના આદેશ અપાઇ ચુક્યા છે.

Updated By: Apr 5, 2020, 07:58 PM IST
સુરતમાં વધારે ત્રણ કેસ પોઝિટિવ આવતા આંકડો 16 પર પહોંચ્યો, બેગમપુરા આખો વિસ્તાર ક્વોરન્ટીન

સુરત : શહેર જિલ્લામાં એક જ દિવસમાં વધારે ત્રણ કેસ પોઝિટિવ આવતા હવે આંકડો 16 પર પહોંચી ચુક્યો છે. જે પૈકી વધારે એકનું રાત્રે મોત નિપજ્યું હતું. જ્યારે વધારે બે પોઝિટિવ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. પાંડેસરા, બેગમપુરા બાદ અડાજણમાં પણ પોઝિટિવ કેસ નોંધાયો છે. મૃતક પોઝિટિવ મહિલા મિશન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી હાલ આરોગ્ય વિભાગ દ્વારા આખી હોસ્પિટલને  સેનિટાઇઝ કરાવામાં આવી રહી છે. આજે વધારે 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. દરમિયાન સુરત APMC કાંડ બાદ આ માર્કેટ પણ આગામી આદેશ સુધી બંધ રાખા માટેના આદેશ અપાઇ ચુક્યા છે.

જામનગર-મોરબીમાં કોરોનાનાં પ્રથમ પોઝિટિવ કેસ, 7 વર્ષનું બાળક ઝપટે ચડ્યું

આજના નોંધાયેલા બે પોઝિટિવ કેસ પૈકી બેગમપુરાના વૃદ્ધનો કેસ પોઝિટિવ આવતા સમગ્ર બેગમપુરા વિસ્તારને માસ ક્વોર્ટીન કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તબલીગી જમાત ઉપરાંત પણ લઘુમતી સમાજનાં લોકો સૌથી વધારે કોરોના પ્રભાવિત છે. અમદાવાદ અને સુરત સહિતનાં તમામ મહાનગરોમાં લઘુમતી સમાજ જ સૌથી વધારે પ્રભાવિત છે.

સરકાર ઇસ્લામનો નાશ કરવા માંગે છે કહી તબલીઘીઓએ સિવિલ હોસ્પિટ માથે લીધી
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની માહિતી આપી હતી. જેમાં ડી માર્ટમાં ફરજ બજાવતા 22 વર્ષીય મંગેશની માતાનો રિપોરટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પરિવારનાં ચાર સભ્યોમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. જેમાંથી ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે આજે 40 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube