કોંગ્રેસને પસંદ ન આવી PM મોદીની 9 મિનિટવાળી અપીલ, ગણાવી 'બકવાસ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના પાંચ એપ્રિલના રોજ રાત્રે નવા વાગ્યાને નવ મિનિટ સુધી દિવા, ટોર્ચ, મીણબત્તી અને મોબાઇલની ફ્લેશ લાઇટને ચાલુ કરવાની અપીલને કોંગ્રેસ (Congress) એ ફક્ત એક 'બકવાસ' ગણાવી છે.

કોંગ્રેસને પસંદ ન આવી PM મોદીની 9 મિનિટવાળી અપીલ, ગણાવી 'બકવાસ'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના પાંચ એપ્રિલના રોજ રાત્રે નવા વાગ્યાને નવ મિનિટ સુધી દિવા, ટોર્ચ, મીણબત્તી અને મોબાઇલની ફ્લેશ લાઇટને ચાલુ કરવાની અપીલને કોંગ્રેસ (Congress) એ ફક્ત એક 'બકવાસ' ગણાવી છે. વડાપ્રધાને લોકોને આ અપીલ કોરોના વાયરસ (Covid-19) સામે લડવા માટે હિંમત અને સંકટના સમયે સામૂહિક એકતા પ્રદર્શન કરવા માટે કરી છે. પાર્ટીએ આ ઉપરાંત સરકાર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે સરકારે લોકોને સમસ્યા ખાસકરીને પ્રવાસી મજૂરો માટે કોઇ ઉપાય કર્યો નથી, જોકે તે જવાબદેહીથી ભાગવું છે. 

કોંગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદ (B. K. Hariprasad) એ કહ્યું કે 'મીણબત્તી પ્રગટાવો થાળી વગાડો. આ બકવાસ છે. તેમણે કહ્યું કે પ્રવાસી મજૂરો અથવા પછી હજારો કિલોમીટર ચાલનારાઓ માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. હરિપ્રસાદે કહ્યું કે ''સરકારે કોવિડ સામે લડવા ભરવામાં આવેલા પગલાં વિશે એકપણ શબ્દ બોલ્યો નહી. જોકે આ જવાબદેહીથી ભાગવા બરાબર છે.''

વડાપ્રધાનમંત્રી શુક્રવારે કોરોના વાયરસથી લડવા માટે દેશમાં સકારાત્મક માહોલ બનાવવા માટે સંદેશ આપ્યો અને લોકોને પાંચ એપ્રિલના રોજ રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી મિણબત્તી અથવા દીવો પ્રગટાવવાની અપીલ કરી છે. આ પહેલાં વડાપ્રધાનમંત્રી લોકોને જનતા કર્ફ્યૂ માટે અપીલ કરી હતી, જેને લોકોને વ્યાપક સમર્થન મળ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news