લોકડાઉન દરમિયાન પોલીસની મારથી બચવા લોકો અપનાવે અનોખી રીત, જુઓ તસવીરો

વૈશ્વિક સતર પર કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નું સંકટ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)એ મોતનું એવું તાંડવ મચાવ્યું છે કે તેની ચપેટમાં આવીને લગભગ 60 હજાર લોકો દમ તોડી ચૂક્યા છે.

લોકડાઉન દરમિયાન પોલીસની મારથી બચવા લોકો અપનાવે અનોખી રીત, જુઓ તસવીરો

ભોપાલ: વૈશ્વિક સતર પર કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નું સંકટ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)એ મોતનું એવું તાંડવ મચાવ્યું છે કે તેની ચપેટમાં આવીને લગભગ 60 હજાર લોકો દમ તોડી ચૂક્યા છે, જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 11 લાખ 10 હજારના આંકડાને પાર કરી ગઇ છે.

ભારતમાં પણ કોરોના વાયરસ મહામારીનો પ્રસાર ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. જોકે 25 માર્ચથી જ અહીં 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે, તેમછતાં તેના કોવિડ-19 સંક્રમણના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર સાથે સખતાઇપૂર્વક વર્તી રહી છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહીના સમાચાર અવાર નવાર સામે આવી રહ્યા છે.

પરંતુ લોકો પોલીસથી બચવાનો કોઇને કોઇ રસ્તો કાઢી રહ્યા છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના છતરપુરમાં પણ કંઇક એવો જ નજારો જોવા મળ્યો. અહીં લોકડાઉન વચ્ચે પોલીસથી બચવા માટે કેટલાક લોકોએ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. પોલીસથી બચવા માટે કેટલાક લોકોએ નૌગાંવમાં પોતાની જીંદગી ખતરામાં મુકીને નદી પાર કરતાં જોવા મળ્યા.

— ANI_HindiNews (@AHindinews) April 5, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે, એટલા માટે અહીં પણ લોકડાઉનનું સખત પાલન કરવાની લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી દેશના વિભિન્ન ભાગોમાં કુલ 3374 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તેમાંથી 77 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 267 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news