અમેરિકા: લોસ એન્જેલસમાં શાળા પાસે અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકો ઘાયલ 

અમેરિકા(America) ના લોસ એન્જલસ( Los Angeles)માં એક શાળા પાસે ફાયરિંગ(Shooting) ની ઘટના ઘટી છે.

Updated By: Nov 15, 2019, 12:01 AM IST
અમેરિકા: લોસ એન્જેલસમાં શાળા પાસે અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકો ઘાયલ 

નવી દિલ્હી: અમેરિકા(America) ના લોસ એન્જલસ( Los Angeles)માં એક શાળા પાસે ફાયરિંગ(Shooting) ની ઘટના ઘટી છે. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. સાન્તા ક્લેરિટા શહેરના સૌગસ હાઈસ્કૂલમાં શૂટિંગની ઘટના ઘટતા લોકોમાં અફડા તફડી મચી છે. શાળાની કામગીરી શરૂ થવાની તૈયારી જ હતી અને આ ફાયરિંગ થયું. 

પોલીસના જણાવ્યાં મુજબ આરોપીને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપીએ કાળા કપડાં પહેર્યા હતાં અને તેણે શાળા પાસે આડેધડ ફાયરિંગ કર્યું જેમાં 7 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી વ્યક્તિ 15 વર્ષની ઉંમરનો છોકરો છે. આરોપીની પણ હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જુઓ LIVE TV

અમેરિકામાં હાલ આ રીતે જાહેરમાં આડેધડ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે જે ચિંતા નજક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube