કડીના કસ્બામાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિને ગંભીર ઇજા

વર્ષો જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેના કારણે સામે આવેલા બંને જૂથે સામ-સામે ફાયરિંગ કર્યું હતું.

Updated By: Sep 11, 2018, 04:17 PM IST
કડીના કસ્બામાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિને ગંભીર ઇજા

તેજસ દવે/કડી: મહેસાણા જિલ્લાના કડીના કસ્બા વિસ્તારમાં જૂથ અથડામણ સર્જાઈ હતી. વર્ષો જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેના કારણે સામે આવેલા બંને જૂથે સામ-સામે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ગંભીર અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસને ઘટનાસ્થળેથી ફૂટેલી કારતૂસ મળી આવતા તપાસ હાથ ધરી હતી.