ગુજરાતમાં દારૂ બાદ ડ્રગ્સની પણ થશે રેલમછેલ? ATS દ્વારા 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવાયું

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયા માં ફિલ્મી ઢબે ઓપરેશન ડ્રગ્સ સફળ કરવા માં આવ્યું , ઈરાની બોટમાંથી 150 કરોડોનું ડ્રગ્સ સહીત 7 ઈરાની ની ધરપકડ કરી છે. ઈરાનથી પેટ્રોલની આડમાં ડ્રગ આવી રહ્યું હોવાની માહિતી ગુજરાત ATSને મળી હતી. જે માહિતીના આધારે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઓપરેશનમાં 7 ઈરાની શખ્સો સાથે 30 કિલ્લો Heroin ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દારૂ બાદ ડ્રગ્સની પણ થશે રેલમછેલ? ATS દ્વારા 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવાયું

ઉદય રંજન/અમદાવાદ : ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયા માં ફિલ્મી ઢબે ઓપરેશન ડ્રગ્સ સફળ કરવા માં આવ્યું , ઈરાની બોટમાંથી 150 કરોડોનું ડ્રગ્સ સહીત 7 ઈરાની ની ધરપકડ કરી છે. ઈરાનથી પેટ્રોલની આડમાં ડ્રગ આવી રહ્યું હોવાની માહિતી ગુજરાત ATSને મળી હતી. જે માહિતીના આધારે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઓપરેશનમાં 7 ઈરાની શખ્સો સાથે 30 કિલ્લો Heroin ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

દેશના યુવાધનને બરબાદ કરવા દેશમાં ડ્રગ ઘુસાડવા વારંવાર દુશ્મન દેશ દ્વારા પ્રયત્ન કરવા માં આવે છે, ત્યારે વધુ એક વાર ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદના દરિયામાંથી 30 કિલો હેરોઇન સાથે 7 લોકોની ધરપકડ કરી છે. આ બોટ ઈરાનથી આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગેથી આ ડ્રગ પંજાબ મોકલવાનું હતું. અનેક વાર પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તેને પકડી પાડવામાં આવી રહ્યું છે. ઈરાનથી પેટ્રોલની આડમાં ડ્રગ આવી રહ્યું હોવાની માહિતી ATSને મળી હતી. જે માહિતીના આધારે ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરી 7 ઈરાની લોકો સાથે ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

ATS દ્વારા આ ઈરાનીઓ અને ડ્રગ્સને પોરબંદર લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના છે તે પ્રકારની માહિતી મળી હતી પરંતુ ભારતના કોઈ ડ્રગ માફિયાએ સંપર્ક કરી ડ્રગને ભારતમાં ઘુસાડવાની વાત કરી. જે માહિતીATSને મળી ગઈ હતી. ATSએ તમામ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, સમગ્ર કેસમાં પાકિસ્તાનનો કોઈ રોલ છે કે, કેમ અને કોના ઈશારે અને ભારતમાં કોણે આ ડ્રગ મંગાવ્યું છે તે તમામ સવાલોના જવાબ મેળવવા ATS કાર્યવાહી કરી રહી છે. 

મહત્વનું છે કે, એક વાત એ પણ સામે આવી રહી છે કે, દરિયામાં જ્યારે ATSની ટિમ આ બોટની પાછળ પડી ત્યારે એ લોકો ભાગી રહયા હતા. તેમની બોટ બંધ પડી ગઈ. હાલ તેમની બોટને પણ ટો કરી લાવવામાં આવી રહી છે. ડ્રગના રૂપિયા નાર્કો ટેરરમાં ઉપયોગ થતા હોવાની પણ માહિતી અનેક વખત સામે આવી ચુકી છે. 30 કિલો હેરોઇનની કિંમત ઇન્ટરનેશનલ બજાર પ્રમાણે આશરે 150 કરોડ રૂપિયા જેટલી થતી હોવાની વાત સામે આવી છે . આ પૈસા આતંકવાદમાં જ ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી એક પછી એક ઓપરેશન દ્વારા એટીએસ દ્વારા ડ્રગ્સ માફિયાઓના પ્લાન નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news