અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખસેડવા અંગે અરજી હાઇકોર્ટે ફગાવી, સંબંધિ પક્ષો નિર્ણય કરશે

150 વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ખસેડવા સામેની જાહેરહિતની આઝે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટ અરજદારની રજુઆત સાંભળીને કહ્યું હતું કે, ટ્રસ્ટને નિર્ણય લેવા દેવામાં આવે. તમે કેમ તેમના તરફી વાત કરો છો. અરજદારે રજુઆત કરી હતી કે, હુ તેમની તરફથી નહી તેમની વિરુદ્ધમાં છું કારણ કે આ નિર્ણય ના લેવાવો જોઇએ. 

Updated By: Jun 18, 2021, 05:59 PM IST
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખસેડવા અંગે અરજી હાઇકોર્ટે ફગાવી, સંબંધિ પક્ષો નિર્ણય કરશે

અમદાવાદ : 150 વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ખસેડવા સામેની જાહેરહિતની આઝે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટ અરજદારની રજુઆત સાંભળીને કહ્યું હતું કે, ટ્રસ્ટને નિર્ણય લેવા દેવામાં આવે. તમે કેમ તેમના તરફી વાત કરો છો. અરજદારે રજુઆત કરી હતી કે, હુ તેમની તરફથી નહી તેમની વિરુદ્ધમાં છું કારણ કે આ નિર્ણય ના લેવાવો જોઇએ. 

ચિત્રોડી નદીમાં આભ ફાટ્યું, ગામ આખુ બેટમાં ફેરવાયું પરંતુ તંત્ર સમગ્ર ઘટનાથી સંપુર્ણ અજાણ

અમદાવાદમાં 150 વર્ષ જુના કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ખસેડવા સામેની જાહેર હિતની અરજી અંગેની આજે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. હાઇકોર્ટે અરજદારને જણાવ્યું કે, આ અંગે ટ્રસ્ટને નિર્ણય લેવા દો. તમે કેમ તેમના તરફથી વાતો કરી રહ્યા છો. અરજદારે જણાવ્યું કે, હું તેમની તરફથી નહી તેમની વિરુદ્ધમાં છું. કારણ કે આ નિર્ણય ન લેવાવો જોઇએ. આ મંદિર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. 

Bhuj માં વરસાદ માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

ટ્રસ્ટે જણાવ્યું હતું કે, તમામની સંમતીથી નિર્ણય લીધો છે અને હજી આ બાબતે શરૂઆતના તબક્કામાં છે. હજી સુધી અમે કોઇ નક્કર નિર્ણય લીધો નથી. અમે લોકોને મંદિરમાં દર્શન કરવામાં સરળતા રહે અને કેન્ટોનમેન્ટ ડિસ્ટર્બ ન થાય તેવી વ્યવસ્થા ઇચ્છીએ છીએ. હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી અને જણાવ્યું કે, આ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આર્મી ઓથોરિટી અને ટ્રસ્ટ સહિતના સંબંધિત પક્ષો લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube