26/11 હુમલામાં બચી ગયેલા મોશે માટે પીએમ મોદીએ લખ્યો ભાવુક પત્ર...
મોશેના(Moshe Holtzberg) માતા-પિતાને પાકિસ્તાની આતંકવાદીઓએ નરીમન હાઉસમાં(Nariman House) ગોળીઓ મારી એ સમયે મોશે માત્ર બે વર્ષનો હતો. આ અંધાધુંધ ગોળીબારમાં(Firing) મોશેની નાની સેન્ડ્રા સેમ્યુઅલ્સે(Sandra Samules) તેનો જાવ બચાવ્યો હતો. બાળકને બચાવતી સેન્ડ્રાનો ફોટો(Photo) એ સમયે દુનિયાભરમાં પ્રકાશિત થયો હતો અને દરેકે આ હિંમત દર્શાવવા માટે તેમની પ્રશંસા કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ મુંબઈમાં 26/11ના(Mumbai 26/11 Attack) રોજ થયેલા આતંકવાદી હુમલાને(Terror Attack) 11 વર્ષ પુરા થયાના એક દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) આ હુમલામાં બચી ગયેલા સૌથી નાની વયના બાળક માટે એક ભાવુક પત્ર લખ્યો છે. મુંબઈમાં 11 વર્ષ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા, જ્યારે 300થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલામાં ઈઝરાયેલના એક બાળક મોશે તજવી હોલ્ત્ઝબર્ગનો (Moshe Holtzberg) જીવ બચી ગયો હતો, જેના માટે પીએમ મોદીએ લાગણીસભર પત્ર લખ્યો છે.
મોશેના(Moshe Holtzberg) માતા-પિતાને પાકિસ્તાની આતંકવાદીઓએ નરીમન હાઉસમાં(Nariman House) ગોળીઓ મારી એ સમયે મોશે માત્ર બે વર્ષનો હતો. આ અંધાધુંધ ગોળીબારમાં(Firing) મોશેની નાની સેન્ડ્રા સેમ્યુઅલ્સે(Sandra Samules) તેનો જાવ બચાવ્યો હતો. બાળકને બચાવતી સેન્ડ્રાનો ફોટો(Photo) એ સમયે દુનિયાભરમાં પ્રકાશિત થયો હતો અને દરેકે આ હિંમત દર્શાવવા માટે તેમની પ્રશંસા કરી હતી.
27 નવેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમ મોદીએ ઈઝરાયેલી અભિવાદન 'શાલોમ'ની સાથે શરૂઆત કરી છે. ત્યાર પછી તેમણે નમસ્તે પણ લખ્યું છે.
મોશેને લખેલા પત્રમાં મોદીએ કહ્યું છે કે, "તમે મહત્વપૂર્ણ પરિર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યા છો અને તમારા જીવનની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોનનો પથ્થર પાર કરવાનો છે. સેન્ડ્રાના સાહસ અને ભારતના લોકોની પ્રાર્થના તમને લાંબા આરોગ્ય અને સફળ જીવન માટે આશિર્વાદ આપતી રહેશે."
વડાપ્રધાન મોદીએ વધુમાં લખ્યું છે કે, "તમારી કહાની દરેકને પ્રેરણા આપે છે. આ એક ચમત્કાર જ હતો." ઉલ્લેખનીય છે કે, 2017માં ઈઝરાયેલની પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદીએ મોશેની મુલાકાત લીધી હતી, જે અત્યારે કિશોરવયનો થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં ભાજપની 4 દિવસની સરકાર પાછળ 40 હજાર કરોડનું કૌભાંડ: અનંત હેગડે... જુઓ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે