ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મનીષ પાંડેના(Manish Pandey) લગ્નમાં નજીકના મિત્રો અને પરિજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીત-રિવાજ સાથે ચાલનારો આ લગ્ન સમારોહ બે દિવસ સુધી ચાલશે. 

Updated By: Dec 2, 2019, 08:43 PM IST
ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના(Team India) બેટ્સમેન અને કર્ણાટકના કેપ્ટન મનીષ પાંડેએ(Manish Pandey) સોમવારે દક્ષિણ ભારતની અભિનેત્રી(South India Actress) અશ્રિતા શેટ્ટી(Ashrita Shetty) સાથે લગ્ન કરી લીધા છે. પરિજનોની હાજરીમાં થયેલા અત્યંત સાદા સમારોહમાં બંનેએ સાથ ફેરા લીધા હતા. ઈન્ડિયન પ્રિમિયર લીગના ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે(Sunrisers Haidrabad) ઈન્સ્ટાગ્રામ પર નવપરિણીત યુગલનો ફોટો શેર કર્યો છે. 

ડાબોડી બેટ્સમેન મનીષ પાંડે(Manish Pandey) આઈપીએલમાં(IPL) સનરાઈઝર્સ હૈદારાબાદ(Sunrisers Haidrabad) ફ્રેન્ચાઈઝી ટીમ તરફથી રમે છે. ઈન્સ્ટાગ્રામ પર સેર કરી તસવીર અનુસાર મનીષ પાંડે શેરવાની પહેરી છે, જ્યારે દુલ્હન અશ્રીતા સિલ્ક સાડીમાં જોવા મળી રહી છે. 

T20 Cricket : અજલિનો વર્લ્ડ રેકોર્ડ, શૂન્ય રનમાં ઝડપી 6 વિકેટ, 16 રનમાં ઓલઆઉટ કરી ટીમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મનીષ પાંડેના(Manish Pandey) લગ્નમાં નજીકના મિત્રો અને પરિજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીત-રિવાજ સાથે ચાલનારો આ લગ્ન સમારોહ બે દિવસ સુધી ચાલશે. 

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર મનીષ પાંડેની કેપ્ટનશીપ હેઠળ હજુ રવિવારે જ કર્ણાટકની ટીમે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ તમિલનાડુને હરાવીને જીતી હતી. 

સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના સિલેક્શન મામલે મોટો નિર્ણય લીધો

મનીષ પાંડેની દુલ્હન 26 વર્ષી અશ્રીતાએ સાઉથની જાણીતી ફિલ્મો 'ઈન્દ્રજીત', 'ઓરી કન્નયમ મુનુ કલાવાનિકલમ', 'ઉદયમ', 'એનએચ4' જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'તેલીકેડા બોલી' સાથે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. 

BCCI : ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે બદલવામાં આવશે બંધારણ, પરંતુ....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....