વલસાડમાં પાણી પાણી: ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા અનેક વિસ્તારો જળમગ્ન, NDRFની ટીમ બની દેવદૂત
Gujarat Rain: ધોધમાર વરસાદથી વલસાડ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. 70થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી NDRFની ટીમ દેવદૂત બની છે. નર્મદામાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે.
Trending Photos
ઝી ન્યૂઝ/સુરત: વલસાડ જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઔરંગા નદીના પાણી આ વિસ્તારોમાં ઘૂસી ગયા છે જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. શહેરના કશ્મીર નગર તળિયાવાડ, લીલાપોર, બંદર રોડ જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે હાલ NDRFની ટિમો દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમે આજે બંદર રોડ વિસ્તારમાં નાના બાળકો અને સગર્ભા મહિલાઓનું સૌથી પહેલા રેસક્યુ કર્યું હતું. તો ઔરંગા નદીમાં 16 કલાકથી ફસાયેલા JCB ચાલકનું દિલધડક રેસ્કયુ કરાયું હતું. વલસાડ શહેરમાં 70થી વધુ લોકોને NDRFએ રેસ્કયુ કરીને બચાવ્યા હતા. જ્યારે 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આજે સવારથી અત્યાર સુધીમાં 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે 6 કલાકમાં જ 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી વલસાડ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. 70થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી NDRFની ટીમ દેવદૂત બની છે. નર્મદામાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી દેવ નદીમાં પૂર આવ્યા છે. મહારાષ્ટ્રને જોડતા પુલ પર પાણી ફરી વળતાં SDRFની ટીમ તૈનાત કરાઈ છે.
ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો નો પુલ પાણીમાં ડૂબ્યો હતો જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો સાથે બંદર રોડ પર પણ પાણી ફરી વડવાના કારણે રસ્તો બંધ કરાયો હતો ઔરંગા નદીના પાણી શહેરના કશ્મીર નગર વિસ્તારમાં ઘૂસ્યા હતા સતત નદીની સપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવમાં આવ્યું છે તો નદીના નજીક આવેલા વિસ્તારો વહીવટી તંત્ર દ્રારા ખાલી કરાવવામાં આવી રહયા છે
તાપી જિલ્લા ના ડોલવણ તાલુકા મેઘરાજા એ ધમેકદાર બેટિંગ કરતા સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયું હતું જેમાં અંધારવાડી ગામે ઓલણ નદી ના પાણી રોડ રસ્તા અને ખેતરો સહિત ઘરો માં ભરાઈ જતા વ્યારા નગર પાલિકા ના ટિમ ના ફાયરો ના જવાનો તેમજ વહીવટી વિભાગ અધિકારી ઓ ઘટના સ્થળે પીહચી ગયા હતા અને અંતાપુર અને અંધારવાડી ગામે થી 25 થી વધુ લોકો નું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે