દેશ માથે આવેલા કુદરતી સંકટમાં હંમેશા દિવાલ બની ઉભુ રહે છે NDRF, આ પ્રકારે થાય છે કામગીરી

જ્યારે જ્યારે આફત આવે ત્યારે હંમેશા દેશમાં આફત સામે દિવાલ થઇને ઉભી રહેતી NDRF ની ટીમો હંમેશા તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ કિનારાના જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડા ત્રાટકે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી તમામ સ્થળ પર NDRF ની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ એનડીઆરએફની 2 ટીમો તહેનાત કરવામાં આવી છે. જે તમામ પ્રકારનાં સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 
દેશ માથે આવેલા કુદરતી સંકટમાં હંમેશા દિવાલ બની ઉભુ રહે છે NDRF, આ પ્રકારે થાય છે કામગીરી

અમદાવાદ : જ્યારે જ્યારે આફત આવે ત્યારે હંમેશા દેશમાં આફત સામે દિવાલ થઇને ઉભી રહેતી NDRF ની ટીમો હંમેશા તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ કિનારાના જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડા ત્રાટકે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી તમામ સ્થળ પર NDRF ની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ એનડીઆરએફની 2 ટીમો તહેનાત કરવામાં આવી છે. જે તમામ પ્રકારનાં સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

NDRF ના જવાનોને કોઇ પણ પ્રકારનાં કુદરતી પ્રકોપ સામે લડવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ પ્રકારનાં સાધનોની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. 100 ફૂટ ઉંડે સુધી ડુબેલા લોકોને બચાવવાની ક્ષમતા એનડીઆરએફના જવાનમાં હોય છે. ભૂકંપ વાવાઝોડુ અને અતિભારે વરસાદ સામે પણ આ જવાનો બાથ ભીડે છે. 
ભૂકંપ વાવાઝોડુ કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે તેવા સમયે NDRF ના જવાનોને તહેનાત કરવામાં આવે છે. એનડીઆરએફનું હેડક્વાર્ટર વડોદરામાં છે. દેશમાં વાવાઝોડુ પુર ભુકંપ કે બિલ્ડિંગ પડી જાય ત્યારે રેસક્યુની કામગીરી કરવાની કરવાની હોય છે. એનડીઆરએફ હંમેશા આવા સમયે સૌથી આગળ હોય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટીમની સાથે હંમેશા બોટ, રસ્સા, કોમ્યુનિકેશન માટેના ઉપકરણો આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં પણ જોખમી વિસ્તાર જણાય ત્યાંથી લોકોને બચાવીને સુરક્ષીત સ્થળે ખસેડવાની જવાબદારી એનડીઆરએફની હોય છે. આ ઉપરાંત રોડ રસ્તા ખુલ્લા કરવા અને વિજળીના પડી ગયેલા થાંભલા અને તારને કાપીને રસ્તો ખુલ્લો કરવા જેવી કામગીરી કરવાની હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news