Narada sting case: ટીએમસી નેતાઓની ધરપકડ બાદ સીબીઆઈ ઓફિસ બહાર હંગામો, પોલીસનો લાઠીચાર્જ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશ (સીબીઆઈઝ) એ સોમવારે ટીએમસીના ચાર નેતાઓની નારદા સ્ટિંગ કેસમાં કોલકત્તામાં ધરપકડ કરી હતી. 
 

Narada sting case: ટીએમસી નેતાઓની ધરપકડ બાદ સીબીઆઈ ઓફિસ બહાર હંગામો, પોલીસનો લાઠીચાર્જ

કોલકત્તાઃ Narada sting case: નારદા સ્ટિંગ કેસમાં પશ્ચિમ બંગાળના બે મંત્રીઓ સહિત ટીએમસીના ચાર નેતાઓની ધરપકડ બાદ કોલકત્તામાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. ધરપકડના વિરોધમાં ટીએમસી સમર્થકો અહીં સીબીઆઈ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે. ટીએમસી સમર્થકોએ સીબીઆઈ ઓફિસ પર પથ્થરમારો પણ કર્યો છે. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટીએમસીના કાર્યકર્તા કેન્દ્રની સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યાં છે. નારદા કેસમાં બે મંત્રીઓ સહિત ચાર લોકોની ધરપકડ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સીબીઆઈ કાર્યાલય પહોંચ્યા હતા. 

સીબીઆઈ તરફથી નારદા સ્ટિંગ કેસમાં સોમવારે સવારે બંગાળ સરકારના મંત્રીઓ ફિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રાની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે સવારે એજન્સીએ આ નેતાઓના ઘરે દરોડા પાડ્યા અને તેને પોતાની ઓફિસે લાવી હતી. કોલકત્તાના પૂર્વ મેયર સોવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે રાજ્યમાં બગડતી કાયદો વ્યવસ્થઆની સ્થિતિને લઈને રાજ્યપાલે સરકાર પર નિશાન સાધ્યુ છે. 

— ANI (@ANI) May 17, 2021

કોલકત્તા પોલીસના જવાન પણ મોટી સંખ્યામાં હાજર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશ (સીબીઆઈઝ) એ સોમવારે ટીએમસીના ચાર નેતાઓની નારદા સ્ટિંગ કેસમાં કોલકત્તામાં ધરપકડ કરી હતી. નારદા સ્ટિંગ મામલામાં કેટલાક નેતાઓ દ્વારા કથિત રીતે ધન લેવાના મામલાનો ખુલાસો થયો હતો. કોલકત્તામાં આવેલી સીબીઆઈની ઓફિસવ બહાર મોટી સંખ્યામાં અર્ધસૈનિક દળોના જવાનો અને કોલકત્તા પોલીસના જવાનો તૈનાત છે. 

जांच एजेंसी द्वारा 4 टीएमसी नेताओं को गिरफ्तार किए जाने के बाद बड़ी संख्या में पार्टी समर्थक CBI कार्यालय के बाहर प्रदर्शन कर रहे थे। pic.twitter.com/JzZhrxzOy0

— ANI_HindiNews (@AHindinews) May 17, 2021

મહત્વનું છે કે હકીમ, મુખર્જી, મિત્રા અને ચેટર્જી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી લેવા માટે સીબીઆઈ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ પાસે પહોંચી હતી. વર્ષ 2014માં કથિત અપરાધના સમયમાં આ લોકો મંત્રી હતા. 

ધનખડે ચારેય નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ સીબીઆઈ પોતાનું આરોપપત્ર તૈયાર કરી રહી છે અને ચારેય નેતાઓની ધરપકડ કરી છે. 

નારદ ટીવી ન્યૂઝ ચેનલના મેથ્યૂ સૈમુઅલે 2014માં કથિત સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં ટીએમસીના મંત્રી, સાંસદ અને ધારાસભ્ય લાભના બદલામાં કંપનીના પ્રતિનિધિઓ પાસે કથિત રીતે ધન લેવા જોવા મળ્યા હતા. 

આ ટેપ પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા જાહેર થઈ હતી. કોલકત્તા સર્વોચ્ચ ન્યાયાલયે સ્ટિંગ ઓપરેશનના સંબંધમાં માર્ચ 2017માં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news