શું તમારા ગામમાં પણ થયા છે ટ્રેક્ટર ચોરી? આ ગામડામાં થયેલા ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો નાંખ્યો!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામની સીમમાં દિનેશ ભાઈ અનઘણ નામના ખેડૂતે પોતાની વાડી ખાતે ખેતીના ઓજારો તેમજ વાડીની દેખરેખ માટે બે માસ અગાઉ ભગવાન સોનવને નામના ઇસમને નોકરી પર રાખ્યો હતો.

શું તમારા ગામમાં પણ થયા છે ટ્રેક્ટર ચોરી? આ ગામડામાં થયેલા ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો નાંખ્યો!

સંદીપ વસાવા/માંગરોળ: સુરતના માંગરોળમાં ધામરોડ ગામની સીમમાં બનેલ ટ્રેકટર ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ચોરી કરનાર બીજું કોઈ નહિ પણ વાડીમાં ચાકર તરીકે રાખેલ ઇસમ જ મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો. પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસમને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામની સીમમાં દિનેશ ભાઈ અનઘણ નામના ખેડૂતે પોતાની વાડી ખાતે ખેતીના ઓજારો તેમજ વાડીની દેખરેખ માટે બે માસ અગાઉ ભગવાન સોનવને નામના ઇસમને નોકરી પર રાખ્યો હતો. નિયત ક્રમ મુજબ ખેડૂત દિનેશ ભાઈ અનઘણ વાડી પહોંચ્યા હતા જ્યાં તેમજ ટ્રેકટર - ટ્રોલી કંઈ નજરે ન ચડતા શોધખોળ હાથ ધરી હતી અને વાડી પર ચાકર તરીકે રાખેલ ભગવાન સોનવને પણ કંઈ નજરે ન ચડતા નોકર પર શંકા ગઈ હતી અને ખેડૂત દિનેશ ભાઈ અનઘણ તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ટ્રેકટર - ટ્રોલીની ચોરી વાડીએ નોકર તરીકે રાખેલ ભગવાન સોનવને અને એક ઇસમની સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે અને તેઓ હાલ ટ્રેકટર - ટ્રોલી લઈને પોતાના વતન મહારાષ્ટ્રમાં ચાલ્યા ગયા છે, જે માહિતીના આધારે પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ હતી અને ચોરીની ઘટનાને અંજામ આપનાર ભગવાન સોનવને અને શંકર નથથુ કોળીને દબોચી લીધો હતો અને તેઓની પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. ઝડપાયેલા બન્ને ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે હાલ તો બંનેને ઝડપી પાડ્યા હતા. તેઓની તપાસ હાથ ધરતા ભગવાન સોનવને વિરૂદ્ધ મહારાષ્ટ્ર રાજ્યમાં તેમજ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. તેમજ શંકર નથથું કોળી વિરૂદ્ધ મહારાષ્ટ્ર રાજ્યમાં બે ગુનાઓ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. એટલે ચાકર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જોકે પોલીસે બંને ને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news