કોરોનાગ્રસ્ત યુવતીને પોલીસે બાહોમાં ભરી લીધી, કહ્યું તને એવી સારવાર આપું કે રોગ ભાગી જશે

જિલ્લાના ઝાલોદ તાલુકાનાં એક ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલા સાથે અન્ય એક શિક્ષિકા નોકરી કરે છે. ફરીયાદી શિક્ષિકા મહિલાને કોરોના પોઝિટિવ આવતા સાથી શિક્ષિકાને દવાખાને લઇ જવા ફોન કર્યો હતો. જેથી શિક્ષિકા અને તેનો પોલીસ પતિ બંન્ને કાર લઇને કોરોનાગ્રસ્ત શિક્ષિકાને લેવા માટે નિકળ્યાં હતા. 

Updated By: Apr 28, 2021, 06:18 PM IST
કોરોનાગ્રસ્ત યુવતીને પોલીસે બાહોમાં ભરી લીધી, કહ્યું તને એવી સારવાર આપું કે રોગ ભાગી જશે
પ્રતિકાત્મક તસ્વીર

દાહોદ : જિલ્લાના ઝાલોદ તાલુકાનાં એક ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલા સાથે અન્ય એક શિક્ષિકા નોકરી કરે છે. ફરીયાદી શિક્ષિકા મહિલાને કોરોના પોઝિટિવ આવતા સાથી શિક્ષિકાને દવાખાને લઇ જવા ફોન કર્યો હતો. જેથી શિક્ષિકા અને તેનો પોલીસ પતિ બંન્ને કાર લઇને કોરોનાગ્રસ્ત શિક્ષિકાને લેવા માટે નિકળ્યાં હતા. 

દાહોદમાં સારવાર કરવાનાં બહાને ગોધરામાં સારા ડોક્ટર છે તેમ કહીને ગોધરામાં રાજેશને ફાળવવામાં આવેલા ક્વાર્ટર ખાતે લઇ ગયા હતા. રાત્રે કોરોનાગ્રસ્ત શિક્ષિકા સુઇ ગઇ હતી. દરમિયાન રાજેશ રુમમાં ગયો હતો અને શિક્ષિકાને બાથમાં ભરી લીધી હતી. તેની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યો હતો. 

જો કે બાજુમાં સુતેલી પોલીસ કર્મચારીની પત્ની તુરંત જ અંદર દોડી આવી હતી. તેણે શિક્ષિકાને ચુપ કરાવી હતી. ત્યાર બાદ કહ્યું કે, તારી પાસે વધારે શું માંગ્યું છે. માત્ર મારા પતિને ખુશ કરવાનાં છે. મને અત્યારે માતાજીનું સપનું આવ્યું તેમાં તું મારા પતિની બીજી પત્ની બનીશ તેવું કહ્યું છે. જો કે શિક્ષિકાએ પ્રતિકાર કરતા પોલીસ જવાને કહ્યું કોઇ મારુ કશું બગાડી નહી શકે. મારી ખુબ મોટી ઓળખાણ છે. હાલ તો શિક્ષિકાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube