આવી રહી છે દમદાર મહિંદ્રા THAR, 2 ઓક્ટોબરથી એડવાન્સ બુકિંગ માટે તૈયાર
Trending Photos
નવી દિલ્હી: મહિંદ્રા એન્ડ મહિંદ્રા (Mahindra & Mahindra)ની એકદમ ખાસ અને બહુપ્રતિક્ષિત એસયૂવી ઓલ ન્યૂ થાર (All-New Thar)ની એડવાન્સ બુકિંગ આગામી 2 ઓક્ટોબરથી શરૂ થશે. કંપનીએ તેની જાણકારી શેર કરી છે. તમને જણાવી દઇએ કે આ દિવસે લોન્ચ કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરના રોજ તેની કિંમત પર પડદો ઉઠાવશે. આ એસયૂવી પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં આવશે. એસયૂવીના ઇન્ટીરિયરમાં તમને ફેરફાર જોવા મળશે.
All New Thar- પેટ્રોલ એન્જીન
આ વેરિએન્ટમાં 2.0 litre mStallion TGDi પેટ્રોલ એન્જીન છે. તેનું એન્જીન 112kw અથવા 150ps નો પાવર આપે છે અને 300nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. તેની ફ્યૂલ ટેન્કની કેપેસિટી 57 લીટર છે. એન્જીનમાં 6-સ્પીડ મેન્યુઅલ/6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાંસમિશન સિસ્ટમ છે. તમને તેમાં ઓટોમેટિક હબ લોક મળશે.
All New Thar- ડીઝલ એન્જીન
આ વેરિન્ટમાં ઓલ ન્યૂ થારમાં 2.2 litre mHawk ડીઝલ એન્જીન છે. તેનું પાવરફૂલ એન્જીન 97kw અથવા 130ps નો પાવર આપે છે અને 300nm નો મેક્સિમમ ટોર્ક જનરેટ કરે ચે. તેમાં ફ્યૂલ ટેન્ક કેપિસિટી 57 લીટર છે. તેમાં પણ તમને 6-સ્પીડ મેન્યુઅલ/6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાંસમિશન સિસ્ટમ મળશે.
તમને મળશે આ ફીચર્સ
ઓલ ન્યૂ થાયર 2020 (All New Thar 2020) માં અલગ-અલગ મોડલમાં ફીચરમાં આમ તો કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. પરંતુ જે ફીચર કોમન છે તેમાં તમને સેન્ટ્રલ લોકિંગ, 12 વોલ્ટ એક્સેસરીઝ શોકેટ, ટૂલ કિટ ઓર્ગેનાઇઝર, મેન્યુઅલ ડે નાઇટ IRVM, સેન્ટર રૂફ લેમ્પ, ફ્રન્ટ ડોરમાં બોટલ હોલ્ડર, ટિલ્ટ એડસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ જેવા ફીચર્સ મળશે.
The moment you've been waiting for with bated breath!
Bookings for #TheAllNewThar are opening on 2nd October!
Don't forget to tune into the launch webcast this Friday at 12.30 pm on https://t.co/nNoYHFVD3e#ExploreTheImpossible #MahindraThar pic.twitter.com/ZmOSFZCqDw
— Mahindra Thar (@Mahindra_Thar) September 27, 2020
આ ઉપરાંત તમને નવી સીટિંગ ઓપ્શન મળશે, તેમાં 4 ફ્રન્ટ ફેસિંગ સીટ અને 2+4 સાઇડ ફેસિંગ સીટ્સ મળશે. સાથે જ 17.8 સેંટીમીટરની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેંટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, રૂફ માઉન્ટેડ સ્પીકર્સ અને ઘણું બધુ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે