આજથી GTUમા બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે

કોરોના સંકટને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લઈ રહી છે. 
 

આજથી GTUમા બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે

અતુલ તિવારી/અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU) વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લઈ રહ્યું છે. આજથી GTUની ઓનલાઇન પરીક્ષાનો બીજો તબક્કો શરૂ થવાનો છે. ડિગ્રી, ડિપ્લોમાં, એન્જિનિયરિંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવાના છે. કુલ 2328 વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષામાં હાજર રહેવાના છે. દરેક વિદ્યાર્થી લેપટોપ, મોબાઇલ અને ટેબ્લેટ દ્વારા ઓનલાઇન પરીક્ષા આપશે. 

પ્રથમ તબક્કામાં બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ તક
આ પહેલા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ટેકનિકલ કારણોસર પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીઓ પણ બીજા તબક્કામાં પરીક્ષા આપવાના છે. જે વિદ્યાર્થીઓ પાસે નેટની સુવિધા ન હોય તો તે વિદ્યાર્થીઓ જીટીયૂ સાથે સંકળાયેલી કોલેજોમાં જઈને પરીક્ષા આપી શકશે. તો જે પરિક્ષાર્થી બીજા તબક્કામાં હાજર ન રહે તેની પરીક્ષા આગામી સમયમાં ફરી લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news