રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં 35 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરશે

કોરોના કાળમાં શરૂ થયેલા નવા વર્ષમાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર 35 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં રોજગારીના લક્ષ્યાંકને પુરો કરવા માટે પગલા લેવાની શરૂઆત કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું કે, GPSC દ્વારા આ વર્ષે 1200થી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત અંદાજપત્રમાં પણ 35 હજારથી વધારે લોકોને રોજગારી આપવા માટેની જોગવાઇ રાખવામાં આવી છે. 
રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં 35 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરશે

અમદાવાદ : કોરોના કાળમાં શરૂ થયેલા નવા વર્ષમાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર 35 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં રોજગારીના લક્ષ્યાંકને પુરો કરવા માટે પગલા લેવાની શરૂઆત કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું કે, GPSC દ્વારા આ વર્ષે 1200થી વધારે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત અંદાજપત્રમાં પણ 35 હજારથી વધારે લોકોને રોજગારી આપવા માટેની જોગવાઇ રાખવામાં આવી છે. 

રાજ્ય સરકાર દ્વારા થનારી ભરતીઓમાં પોલી વિભાગમાં 11 હજાર કરતા વધારે જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત અન્ય 6 હજારથી વધારે શિક્ષકો અને  2 હજાર જેટલા લોકોને ઉર્જા વિભાગમાં રોજગાર આપવામાં આવશે. સરકારી સુત્રો અનુસાર જીપીએસસીમાં હાલમાં મંજૂર થયેલી 2200 જેટલી જગ્યાઓ પર 160થી વધારે ભરતીઓ થઇ રહી છે. આ પૈકી હાલમાં જ જાહેર થયેલી 1200 કરતા વધારે ભરતી માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઇ છે. 

આ પહેલા જાહેર કરાયેલી 900 કરતા વધારે જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટુંક જ સમયમાં હાથ ધરાશે. હાલમાં જ RFO,DYSO,GMDC, વહીવટી અધિકારી, ઓફીસ આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે કોઇ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આ ઉપરાંત પંચાયત, મહેસુલ, વન વિભાગ, નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને સંબંધિત અનેક જગ્યાઓની ભરતી આ વર્ષે કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news