સુરત: સુનિતા યાદવ રોફ જમાવવા નાગરિકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવ્યાનો વીડિયો વાયરલ

મંત્રી પુત્રને અડધી રાત્રે કાયદાનો પાઠ ભણાવનારી LR સુનિતા યાદવની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. સુનિતા યાદવે પોતે જ અનેક કાયદાઓનો ભંગ કર્યો હોવાની ફરિયાદે સામે આવી રહી છે. જેના પગલે હવે સુનિતા યાદવ સામે જ ખાતાકીય તપાસ ચાલી રહી છે. લોકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવવાથી લઇને 9 જુલાઇથી ડ્યુટી પર ગાયબ રહેવા જેવા અનેક મુદ્દે તપાસ ચાલી રહી છે. 
સુરત: સુનિતા યાદવ રોફ જમાવવા નાગરિકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવ્યાનો વીડિયો વાયરલ

સુરત : મંત્રી પુત્રને અડધી રાત્રે કાયદાનો પાઠ ભણાવનારી LR સુનિતા યાદવની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. સુનિતા યાદવે પોતે જ અનેક કાયદાઓનો ભંગ કર્યો હોવાની ફરિયાદે સામે આવી રહી છે. જેના પગલે હવે સુનિતા યાદવ સામે જ ખાતાકીય તપાસ ચાલી રહી છે. લોકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવવાથી લઇને 9 જુલાઇથી ડ્યુટી પર ગાયબ રહેવા જેવા અનેક મુદ્દે તપાસ ચાલી રહી છે. 

વિવાદોમાં રહેલી સુનિતા યાદવ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. મંત્રીના પુત્રને ખખડાવીને પ્રકાશમાં આવેલી સુનિતા વરાછા વિસ્તારમાં લોકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી. જેથી આ મુદ્દે હાલ પોલીસ ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત 8 તારીખે વિવાદમાં આવ્યા બાદ 9 તારીખથી જ તે ડ્યુટી પર હાજર રહી નથી. આ મુદ્દે સુનિતા સાથે રહેલા SRP જવાન, હોમગાર્ડ જવાન અને મોબાઇલ શુટિંગ કરનાર પોલીસ મિત્રના નિવેદનો પણ લેવાઇ ચુક્યા છે. જ્યારે અન્ય બાકીના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. 

સુનિતા યાદવે સોશિયલ મીડિયા પર પોતાના જીવનું જોખમ હોવાનું કહ્યું હતું. જેથી સુરત પોલીસ દ્વારા સુનિતાને પોલીસ પ્રોટેક્શન પુરૂ પાડવામાં આવ્યું છે. સુનિતાને હાલ 2 જવાનો ફાળવવામાં આવ્યા છે. સુનિતાના ઘરે પણ રક્ષણ આપવામાં આવી રહ્યું છે. સુનિતા પોતે સતત નિર્ભયા કાંડનું રટણ કરી રહી છે તે મુદ્દે હાલ બીજો વિવાદ પેદા થઇ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news