West Bengal Election 2021: મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો... મમતાનો BJP પર હુમલો, રેલીમાં 3 મિનિટ કર્યા ચંડીપાઠ
West Bengal Election 2021: મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે, હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો. હું સવારે ચંડી પાઠ કરી ઘરેથી નિકળુ છું. હું ચંડી પાઠ સંભળાવી રહી છું, જે હિન્દુ-મુસલમાન કરી રહ્યાં છે તે સાંભળી લે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) નો માહોલ જામી ગયો છે. બંગાળની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ નંદીગ્રામથી મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ ભાજપ પર હુમલો કર્યો. મમતા બેનર્જીએ કહ્યુ કે, નંદીગ્રામે મને સ્વીકારી, તેથી હું અહીં આવી છું. લોકો ભાગલા પડાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હું ગામની પુત્રી છું. નંદીગ્રામના આંદોલનને દેશમાં લઈ જવામાં સફળ રહી હતી. તો બુધવારે મમતા બેનર્જી અહીંથી ઉમેદવારી નોંધાવશે. તે પહેલા જનસભા કરીને મમતા બેનર્જીએ પોતાના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે, હું પણ હિન્દુ છું અને મારી સાથે હિન્દુ કાર્ડ ન રમો. હું સવારે ચંડી પાઠ કરી ઘરેથી નિકળુ છું. હું ચંડી પાઠ સંભળાવી રહી છું, જે હિન્દુ-મુસલમાન કરી રહ્યાં છે તે સાંભળી લે. ત્યારબાદ મમતા બેનર્જીએ ત્રણ મિનિટ સુધી ચંડી પાઠ કર્યા. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ નારેબાજી કરી હતી.
મમતાની અપીલ, ભાજપને બનાવો એપ્રિલ ફૂલ
મમતા બેનર્જીએ કહ્યું કે, આવનારા દિવસોમાં નંદીગ્રામનું મોડલ તૈયાર કરીશ. મમતાએ લોકોને અપીલ કરી કે તે એક એપ્રિલે તેને (ભાજપ) એપ્રિલ ફૂલ બનાવી દેજો. પછી મમતાએ કહ્યું કે, એક એપ્રિલે ખેલ થશે. ચૂંટણી બાદ જોઈશ કે જીભમાં કેટલું જોર છે.
#WATCH West Bengal CM Mamata Banerjee recites 'Chandi Path' during her public rally in Nandigram pic.twitter.com/7PC0eTwGwc
— ANI (@ANI) March 9, 2021
નંદીગ્રામ આંદોલનમાં મારી પર થયો અત્યાચાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામમાં જનસભાને સંબોધિત કરી હતી મમતાએ નંદીગ્રામ આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને નંદીગ્રામ આવવાથી રોકવામાં આવી. પરંતુ હું સિંગૂર અને નંદીગ્રામને સાથે લાવી. આંદોલન દરમિયાન મારા પર અત્યાચાર થયો હતો.
ઉમેદવારી દાખલ કરવા પર કહી આ વાત
પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે, જો તમે મને ઉમેદવારી દાખલ કરવા કરવા નહીં દો તો હું નહીં કરુ, પરંતુ જો તમે મને તમારી પુત્રી માનો છો તો હું ઉમેદવારી કરીશ.
ચંદી મંદિરમાં મમતાએ કરી પૂજા
જનસભા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામના ચંડી મંદિરમાં પૂજા કરી. આ દરમિયાન તેમણે હાજર લોકો સાથે વાતચીત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે